Junagadh : ગુજરાત સરકાર (Gujarat government) ખેડૂતોની (farmers) સરકાર છે અને ખેડૂતોની આવક બમણી કરવા તેમજ તેમના માટે વિવિધ પગલા લઈ રહી હોવાના બણગા ફૂકી રહી છે પંરતુ હકીકતમાં ભાજપના (BJP) રાજમા આજે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, એક તરફ કુદરત પણ જગતના તાત પણ કહેર વરસાવી રહી છે. ત્યારે બીજી તરફ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારી તંત્ર પણ ખેડૂતોની હાલત કફોડી કરી રહ્યું છે. ત્યારે કેશોદના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીમાં ભયંકર પૂર આવતા ત્રણ સર્વે નંબરના પાળાઓ એક સાથે તૂટી પડ્યા હતાં જેના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું છે.ત્યારે આ મામલે તંત્રને રજૂઆત કરવા છતા પણ તંત્ર દ્વારા આ મામલે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ત્યારે આપ નેતા પ્રવીણ રામને આ અંગે જાણ થતા ગઈ કાલે મુલાકાત લીધી હતી.અને તેમણે અહીંથી અધિકારીઓને ફોન કરી તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા ગર્ભિત ચેતવણી આપી હતી ત્યારે આ ચેતવણી બાદ આજે ધારાસભ્ય દેવા માલમ તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.
આપ નેતાની ચેતવણી બાદ ધારાસભ્ય અને અધિકારીઓ દોડી આવ્યા
કેશોદના બામણાસા ઘેડ ગામે ઉપરવાસના વરસાદના કારણે ઓઝત નદીમાં પુર આવવાને કારણે ફરી એક વાર સળંગ ત્રણ સર્વે નંબરના પાળાઓ તૂટી ગયા છે. અગાઉ એક મહિના પહેલા પણ આ પાળા તૂટતા પાળાઓ તંત્ર અને ખેડૂતોએ મળી તૈયાર કર્યા હતાં ત્યારે ફરી એક વાર ઓઝત નદીમાં પુર આવવાને કારણે પાળા તૂટ્યા છે. ત્યારે ઓઝત નદીના પાણીના વહેણ સામે આ પાળા ટકી શકતાં નથી ત્યારે ફરી એક વાર પાળા તૂટવા અંગે ખેડૂતોએ તંત્રને રજુઆત કરી પરંતુ તંત્રના અધિકારીઓ કે નેતા ફરકયાં પણ નહોતા ત્યારે ગઈ કાલે ત્યારે આપ નેતા પ્રવીણ રામ અહીં પહોંચ્યા હતા. અને અહીંથી અધિકારીઓને ફોન કરી તાત્કાલિક સ્થળની મુલાકાત લેવા ગર્ભિત ચેતવણી આપી હતી ત્યારે આ ચેતવણી બાદ આજે ધારાસભ્ય દેવા માલમ તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. અને પ્રવિણ રામની ગર્ભિત ચેતવણી બાદ અધિકારીઓ અને પદાધિકારીઓ હરકતમાં આવ્યા છે. એક મહિના પહેલા પારો તૂટ્યો ત્યારે ધારાસભ્ય કે કોઈ અધિકારી સ્થળ પર નહોતા આવ્યા અને જેવા આપ નેતા પ્રવિણ રામ સ્થળ પર પહોંચ્યા એટલે બીજા જ દિવસે ધારાસભ્ય અને અધિકારીઓ હરકતમાં આવી ગયા.
અધિકારીઓ અને ધારાસભ્યની મુલાકાત પર પ્રવિણ રામે શું કહ્યું ?
અધિકારીઓ અહીં આવ્યા ત્યારે તેમની સમક્ષ ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ખેડૂતે સ્થળ પર ધારાસભ્યને અને અધિકારીને જોરદારના તતડાવ્યા હતા. આ મામલે પ્રવિણ રામે કહ્યુ કે, કેસોદના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીનો મુખ્ય પારો તુટતા ત્યા મોટા પાયે તારાજી સર્જાઈ છે. ત્યારે ગઈ કાલે મે સ્થળ પર જઈને મુલાકાત કરી હતી અને અધિકારીઓને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ સમારકામ કરવા માટે જણાવ્યું હતુ ત્યારે આજે અધિકારીઓ સ્થળ પર આવ્યા છે અને મુલાકાત લીધી છે. આ અધિકારીઓ અને પદાધિકારીઓને કહીશ કે, માત્ર મુલાકાત નહીં તાત્કાલિક ધોરણે તેનુ સમારકામ થાય અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું તેમને વળતર આપવામા આવે.
પ્રવિણ રામે તંત્રને આપી ચેતવણી
વધુમાં તેમણે કહ્યું કે, દુખ વાત તે છે. એક મહિના પહેલા જ્યારે આ પારો તુટ્યો ત્યારે આ ખેડૂતોએ અધિકારીઓ અને ધારાસભ્યને ફોન કરીને જાણ કરી હતી છતા પણ ત્યાં કોઈ આવ્યુ નતી એટલા માટે આ ઘટના બની છે. જો તે દિવસે ધારાસભ્ય અને અધિકારીઓ ત્યા જઈને મુલાકાત કરી હોત તો આજે આ પરિસ્થિતિ ના સર્જાઈ હોત. પરંતુ હવે મારી અપીલ છે કે, તાત્કાલિક ધોરણે આ કામ પુરુ થાય અને જો નહીં થાય તો હવે આવનારા સમયમાં કોઈ અઘટીત ઘટના બનશે તો તેની જવાબદારી તંત્રની અને પદાધિકારીઓની અને સરકારની રહેશે. અને જો કંઈ બને તો અમારે કોર્ટના દરવાજા પણ ખકડાવવા પડે તો તેની પણ અમારી જવાબદારી છે.
આ પણ વાંચો : Andhra Pradesh Girls Hostel Spy Cam: હોસ્ટેલના ગર્લ્સ વોશરૂમમાં હિડન કેમેરા મળવા મામલે પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો