Jawahar Chavda VS Kirit Patel : છેલ્લા કેટલાક દિવસથી જુનાગઢના (Junagadh) રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપમાં (BJP) કોરાણે મુકાયા બાદ જવાહર ચાવડા (Jawahar Chavda) હવે ખુલીને મેદાનમાં આવ્યા છે અને એક બાદ એક લેટર બોમ્બ ફો઼ડીને જુનાગઢ ભાજપના (Junagadh BJP) સંગઠનની પોલ ખોલી રહ્યા છે. સૌથી પહેલા તેમણે પીએમ મોદીના (PM modi) જન્મ દિવસ પર એક લેટર લખીને જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કિરીટ પટેલ પર એકથી વધારે હોદ્દા પર રહીને ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ જવાહર ચાવડા એક બાદ એક લેટર લખીને ચોંકાવનારા ખુલાસ કરી રહ્યા છે. ત્યારે જવાહર ચાવડાના આ ગંભીર આક્ષેપ બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે આવ્યા છે અને તેમને જવાહર ચાવડાના આક્ષેપોનો જવાબ આપ્યો છે.
જવાહર ચાવડાના આક્ષેપ બાદ સામે આવ્યા કિરીટ પટેલ
મળતી માહિતી પ્રમાણે જવાહર ચાવડાના લેટરબોમ્બ બાદ પહેલા તો ભાજપથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી પરંતુ જવાહર ચાવડા એક બાદ જુના પત્રો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તેનો ખુલાસો કરી રહ્યા છે ત્યારે આખરે જિલ્લા ભાજપ પ્રમુખનેતેના જવાબ આપવાની ફરજ પડી હતી. આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યુ હતુ કે, જૂનાગઢ મનપા દ્વારા જી પ્લસ-4ની મંજુરી આપવામાં આવી છે અને હાલમાં જી પ્લસ-2 બાંધકામ છે. તા. 21-7-2017 ના કલેક્ટરના હુકમ મુજબ બિનખેતીની વિવિધ શરતોના ભંગ અને રહેણાંક હેતુમાંથી વાણિજ્ય હેતુમાં ફેરવવા માટે અલગ-અલગ ચાર પ્લોટનો 11,736 35,207 705, 35 દંડ ભરી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મનપામાં સામેથી તપાસની માંગ કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ જો ક્યાંય પણ નિયમ ભંગ થશે તો ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ફી ભરી તેને કાયદેસર કરાવી લેશું તેવો જવાબ આપ્યો હતો. આ સાથે તેમની ઝાંઝરડા રોડ ખાતે વોકળા કાંઠે આવેલ ક્રિષ્ના આર્કેડ બિલ્ડીંગમાં પણ તપાસ કરાવી જરૂર પડશે તો ઈમ્પેક્ટ ફી મુજબ ફી ભરી રેગ્યુલાઈઝ કરાવી લેવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે, ક્રિષ્ના આર્કેડ બિલ્ડીંગની મનપાએ મંજુરી આપી છે અને તેનું બીયુ સર્ટી પણ આપવામાં આવ્યું છે.
જવાહર ચાવડા સામે કાર્યવાહી કરવા અંગે શું કહ્યું ?
જો કે જ્યારે મીડિયાએ તેમને જવાહર ચાવડા સામે કાર્યવાહી કરવા અંગે પૂછ્યું તો તેમણે જવાબ આપવાની ના પાડી દીધી. તેમણે કહ્યુ કે, અમારે જવાહર ચાવડા વિરૂધ્ધ કોઈ રિપોર્ટ કરવાનો નથી તેમજ પ્રદેશમાંથી રિપોર્ટ કરવા અંગેની સૂચના પણ આપવામાં આવી ન હોલાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુ કે, અમારે માત્ર પ્રદેશ નેતૃત્વનો વિશ્વાસ જીતવાનો હોય છે બીજા કોઈનો વિશ્વાસ જીતવાની જરુર નથી તેમ કહી જવાહર ચાવડા પર કટાક્ષ કર્યો હતો.
એકથી વધારે હોદ્દા ભોગવવા પર શું કહ્યું ?
જ્યારે કિરીટ પટેલને એક વ્યક્તિ એક હોદ્દા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, કયા કાર્યકર્તાને કેટલા હોદા આપવા તે પક્ષ નક્કી કરે છે. અમે ચૂંટણીઓ જીતીએ છીએ તે અમારી તાકાત છે. મને પ્રદેશ નેતૃત્વએ જવાબદારીઓ સોંપી હતી આમ કરીને તેમણે પ્રદેશ ઉપર બધુ ઢોળી દીધુ હતું.
આ પણ વાંચો : હરિયાણામાં આજે અરવિંદ કેજરીવાલનો રોડ શો, પંજાબના સીએમ ભગવંત માન પણ ભાગ લેશે, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો