Junagadh : ભારતી આશ્રમ સતત કોઈને કોઈ વિવાદમાં આવતું રહેતું હોય છે. અને હવે ફરી એક વખત ભારતી આશ્રમનો મામલો સામે આવ્યો છે. જૂનાગઢના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતીજી આજે ભારતી આશ્રમમાંથી ગુમ થયા છે. અને ત્રણથી વધુ પાનની સ્યુસાઇડ નોટ લખી અને ગુમ થઇ ગયા છે. આશ્રમ સંચાલકોએ લઘુમહંત ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મજ જે સુસાઇડ નોટ લખી છે, તેમાં તેમણે કોઈ અંગત મનદુખ હોવાનું કારણ પણ જણાવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુસાઈડ નોટમાં કોના નામ લખાયા તે હજી ખુલાસો થયો નથી. હજુ તપાસ બાદ જ આ મામલે વધુ ખુલાસા થઇ શકે છે.