Junagadh : ઇકો સેન્સિટિવ ઝોન મામલે હવે જૂનાગઢ ભાજપ નેતા કિરીટ પટેલનો પત્ર, વનમંત્રીને રૂબરૂ આપ્યો પત્ર

November 19, 2024

Junagadh : ગુજરાતમાં અત્યારે ખુબ જ વિવાદાસ્પદ મુદ્દો હોય તો છે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો. રાજ્યના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં આ મામલાએ હવે વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું છે. કારણ કે સરકારે આ ત્રણ જિલ્લાના ભૂ સીમામાં આવતી જમીનમાંથી કેટલોક વિસ્તાર હવે ઇકો સેન્સિટિવ ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે ખુબ વિવાદ ઉભો થયો છે. ખેડૂતોને આ કારણે નુકશાન જાય તેવું લાગી રહ્યું છે. અને સરકાર ઉદ્યોગપતિઓની જમીનને તેમાં આવર્તી નથી. ત્યારે આ મામલે એક બાદ વિપક્ષ અને આપના નેતાઓ તો વિરોધ કરી જ રહ્યા છે. પરંતુ હવે આ મામલે ભાજપ નેતાઓ પણ સરકારને પત્ર લખી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ કિરીટ પટેલે વનમંત્રી મુળુ બેરાને પત્ર લખ્યો છે. અને વિસાવદરમાં આ ઇકો ઝોનની જમીનને લઈને પડતી મુશ્કેલીઓ પણ આ પત્રમાં ભાજપના જ જિલ્લા પંચાયતના પ્રમુખે સમગ્ર પરિસ્થિતિનું વર્ણન કર્યું છે.

Read More

Trending Video