Junagadh: જુનાગઢ ભાજપમાં ( Junagadh BJP) ફરી એક આંતરિક કલેહ સપાટી પર જોવા મળી રહ્યો છે. ભાજપથી (BJP) નારાજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ (Jawahar Chawda) પોતાની શિસ્ત બદ્ધ કહેવાતી પાર્ટીમાં જે કાંડ ચાલી રહ્યા છે તેને લઈને મેદાનમાં આવ્યા છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર પીએમ મોદીને પત્ર લખી જુનાગઢ જિલ્લા પ્રમુખ કીરીટ પટેલ (Kirit Patel) એકથી વધુ હોદ્દા પર રહીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવતા ભારે ખળભળાય મચ્યો હતો જેમાં તેમણે એમ પણ કહ્યુ હતુ કે, કીરિટ પટેલે જીલ્લા પ્રમુખ હોવાના તોરમાં ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મુકીને કરેલું હોવાનું જણાવ્યું હતું તેમજ આ મામલે તેમને જુનાગઢ કલેક્ટરને પણ રજુઆત કરી હોવાનું જણાવ્યું હતુ ત્યારે આ મામલે આજે જવાહર ચાવડાએ જુનો લેટર શેયર કરીને તેના પુરાવા આપ્યા છે.
આ પણ વાંચો : ભાજપમાં ફરી ભડકો ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવુ ?
જવાહર ચાવડા હવે આર-પારના મૂડમાં !
જવાહર ચાવડાએ વર્ષ 2017માં માણાવદરના MLA હતા ત્યારે તેમણે જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતુ કે ખામધ્રોળમાં બનેલા કમલમ શરતભંગ થયેલી જમીન પર બન્યું હોવાનો દાવો કર્યો હતો. આ સાથે તેમણે વિવાદિત કમલમનું લોકાર્પણ મુખ્યમંત્રી કે મંત્રી ન કરે તેવું સૂચન પણ કર્યું હતું. ત્યારે આજે જવાહર ચાવડાએ આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેના કારણે ભાજપમાં કળભળાટ મચી ગયો છે. જવાહર ચાવડાએ અગાઉ જેમ કહ્યુ હતુ તેમણે આવી અનેક ફરિયાદો કરી હતી પરંતુ કયાંક કોઈની રહેમ નજર હેઠળ દબાઈ જતી હોવાનું જણાવ્યુ હતુ ત્યારે હવે જવાહર ચાવડા આરપારના મૂડમાં જોવા મળ્યા છે જેથી ભાજપનું ટેન્શન વધ્યું છે. હવે આગામી સમયમાં જવાહર ચાવડા શું નવો ધડાકો કરે છે તે જોવુ રસપ્રદર રહેશે .