ભાજપમાં ફરી ભડકો ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવુ ?

September 17, 2024

Jawahar Chawda wrote a letter to PM Modi : ભારતીય જનતા પાર્ટીથી (BJP) નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chawda) ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. જવાહર ચાવડા લોકસભાની ચૂંટણીથી લઈને મનસુખ માંડવિયા સુધી તેઓ વિવાદમાં રહ્યા છે. ત્યારે ભાજપ પાર્ટીમાં જે ચાલી રહ્યું છે તેને લઈને ફરી એક વાર પત્ર લખ્યો છે. જવાહર ચાવડાએ આ વખતે જવાહર ચાવડાએ પીએમ નરેન્દ્રમેદીને પત્ર લખ્યો છે. આજે પીએમ મોદીના જન્મ દિવસ પર જવાહર ચાવડાએ જુનાગઢ ભાજપમાં જે ચાલી રહ્યું છે તેના વિશે તેમણે પીએમ મોદીને માહિતગાર કર્યા છે.

જવાહર ચાવડાએ પીએમ મોદીને લખ્યો પત્ર

ધોકો શિર ધરાય, ચીજું તો નજરે ચડે ; દીવે નો દેખાય કુંડાની હેઠળ કાગડા કવિતાથી આ પત્રની શરુઆત કરી છે આ પંક્તિનો અર્થ થાય છે કે,જે માથે ચટેલું હોય તે બધાને નજરે દેખાય પણ જો કુંડાની નીચે કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે દીવો લઈને શોધશો તો પણ ન દેખાય એટલે તેમને જેની રહેમનજર હેઠળ વધારે પદ ભોગવી રહ્યા છે તેની પર કટાક્ષ કર્યો છે. જવાહર ચાવડાએ જુનાગઢ જિલ્લા પ્રમુખ કીરીટ પટેલને લઈને પત્ર લખ્યો છે. તેમણે ભાજપને પોતે રાખેલા નિયમને યાદ કરાવ્યા છે. તેમણે કહ્યુ છે કે, ભાજપમાં એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે. પરંતુ જુનાગઢમાં આ અપવાદ છે કારણ કે, જુનાગઢ જિલ્લા પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે અને તેઓ એક સાથે ત્રણ ત્રણ હોદ્દા ભોગવી રહ્યા છે.આ સાથે તેમણે ભાજપ પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો છે.

જિલ્લા પ્રમુખના એકથી વધુ હોદ્દા ભોગવવાની લાલસા

તેમણે લખ્યું છે કે, આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે. (એક વ્યક્તિ એક હોદ્દો, ત્રણ વર્ષનો કાર્યકાળ વિગેરે) આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારો ને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમા અપવાદ છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી અને તેનો દુરઉપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તી કરેલ છે. એક જ સાથે ત્રણ હોદ્રા પણ ભોગવે છે, ૧. જિલ્લા પ્રમુખ ૨. બેન્ક માં પ્રમુખ ૩. માર્કેટીંગ થાર્ડમાં પ્રમુખ (સત્તાના દુરઉપયોગનું આવુ ઉદાહરણ આખા ગુજરાતમાં નહી જોવા મળે) બે જીલ્લાના ત્રણ તાલુકાઓના યાર્ડમાં પ્રમુખપદ ભોગવ્યુ, ૧. તાલાળા ૨. વિસાવદર ૩. જુનાગઢ કદાચ ભારતમાં પહેલીવાર આટલુ લોલમલોલ ચાલ્યુ હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુલ ટ્રાન્ઝકર પણ કરી. (આ અસંભવ છે પરંતુ સત્તાના દુરઉપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃતિ હોય તોજ આ બને) આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ટા છે.

જવાહર ચાવડાએ વસુલી કે હકતાખોરીનો લગાવ્યો આરોપ

વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, કેટલાક તો એકસાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસુલી કે હકતાખોરી કરીને ચરમસીમા વટાવેલ છે. આ અંગે મેં અને અન્ય આગેવાનો ૧. શ્રી કનુભાઈ ભાલાળા ૨. ઠાકરશીભાઈ જાવિયા ૩. માધાભાઈ બોરીચા વિગેરેએ વખતો વખત ફરીયાદ કરી હોવા છતા પણ આપના સમક્ષ આ વાત પહોંચી નથી, કયાંક કોઈ રહેમ નજર હેઠળ દબાઈ જાય છે. આ પત્ર જાહેર એટલે કરવો પડે છે કે આપ સુધી આ વાત પહોંચે, કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડે એવા કૃત્યો કર્યા છે. આમ તો આ લીસ્ટ લાંબુ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જુનાગઢની પ્રજામાં નારજગી અને રોષ છે એ જણાવું તો. ૧. જીલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપ ના કાર્યાલયનું બાંધકામ પણ નિયમો ને નેવે મુકીને કરેલું છે જે આપને કદાપિ સ્વીકાર્ય નહી થાય. ૨. જુનાગઢની જનતાને અભૂતપૂર્વ પુરની આફતમાં સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરમોર છે. એમના દ્વારા નિર્મિત ક્રીષ્ના આર્કેડ એટલે, ખોટી મંજુરી, ખોટુ બાંધકામ અને કાયમી દબાણ.

જિલ્લા પ્રમુખના ભ્રષ્ટાચારના કારણે પ્રજા વચ્ચે જવું મુશ્કેલી

વધુમાં તેમણે લખ્યું છે કે, અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવુ ? પ્રજાનો સામનો કેમ કરવો ? આ સાથે આ મામલે અનેખ વખત ફરિયાદ પણ કરી હોવાનું જણવવામા આવ્યું છે.

ભાજપમાં ફરી એક વાર ગરમાવો

આમ જવાહર ચાવડાના આ પત્રથી જુનાગઢના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પોતાની જ સરકારના હોદ્દોદારીની પોલ ખોલી સરકારને અરીસો બતાવ્યો છે આ ટ્વિટમાં તેમણે અમિત શાહ, પીએમ મોદી, સીઆર પાટીલ ને પણ ટેગ કર્યા છે. ત્યારે જવાહર ચાવડાના આ લેટર પર શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :  કરે કોઈ અને ભોગવે કોઈ! સૌરાષ્ટ્ર યુનિ.માં દારુના મુદે પોલીસે પોતાની ભૂલ સ્વીકારી, જાણો સમગ્ર મામલો

Read More

Trending Video