Junagadh : ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો વિડીયો વાયરલ, કહ્યું “ભરતીમાં વારંવાર પેપરલીક થવાથી યુવાનો હતાશ”

November 25, 2025

Junagadh : ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી બાદ પૂર્વ મંત્રી જવાહર ચાવડા ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જૂનગાઢના કદાવર નેતા ભાજપથી નારાજ છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અને તે વચ્ચે હવે તેઓ જૂનાગઢના યુવાનોમાં વધતી બેરોજગારી મામલે તેઓ હવે સક્રિય થયા છે. અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી બેરોજગારી મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. જૂનાગઢમાં તેમણે રોજગાર સહાયતા અભિયાન સાથે યુવાનોને પ્રતિભાવ આપવાની પણ અપીલ કરી છે. આ સાથે જ આઠ મહિનાના સંવાદ બાદ યુવાનોની પીડા અને મુદ્દાઓનું ચાવડાએ વર્ણન કર્યું છે. જવાહર ચાવડાએ સરકારી વિભાગોમાં સંકલનનો અભાવ અને વ્યવસ્થાના અભાવ પર કટાક્ષ કર્યો હતો.

જવાહર ચાવડાએ કહ્યું કે, સરકારી વિભાગોમાં પણ અનેક સમસ્યાઓ અને સંકલનનો અભાવ છે કે સુચારુ વ્યવસ્થા નથી. મોટી કંપનીઓમાં પણ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, તે ઉપરાંત ઓરમાયું વર્તન પણ કરે છે. વારંવાર પેપર લીક થવાથી અને પસંદગીની ખોટી પદ્ધતિઓથી યુવાનોમાં આક્રોશ અને હતાશાની લાગણી ફેલાય છે. આપણી યુવા પેઢી મહેનતી અને હોશિયાર હોવા છતાં બેરોજગાર છે અને આ એક સામાજિક જવાબદારી છે, જેમાં આપણે સૌ ક્યાંક નિષ્ફળ ગયા છીએ.

આ પણ વાંચોAyodhya Ram Mandir ના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવવામાં આવ્યો, પીએમ મોદીએ હાથ મિલાવ્યા, રામનગરી ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની

Read More

Trending Video