Junagadh:બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થતા છ દરવાજા ખોલાયા, નીચાણ વાળા વિસ્તારને કરાયા એલર્ટ

July 1, 2024

Junagadh: હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ( Saurashtra) મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જેના કારણે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જુનાગઢમાં (Junagadh) પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદને કારણે જુનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે ભારે વરસાદને પગલે જુનાગઢના ડેમો પણ છલકાયા છે. આ સાથે ડેમ ઓવરફ્લો થતા ડેમના દરવાજા પણ ખોલવામાં આવી રહ્યા છે. જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે.

ખારો ડેમ ઓવર ફ્લો થતા છ દરવાજા ખોલવામાં આવ્યા

જાણકારી મુજબ માણાવદર તાલુકાના બાંટવા નજીક આવેલો ખારો ડેમ ઓવર ફ્લો થતા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, સમેગા અને થાપલા ગામને એલર્ટ કરાયા છે. લોકોને નદીના પટની આસપાસ અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે.

Junagadh Rain : બાટવા ખારા ડેમ ઓવરફ્લો

માણાવદર તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા

વરસાદને કારણે માણાવદર તાલુકાના 18 ગામો થોડા સમય માટે સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદી પાણી રસ્તા પર ફરી વળતા ગામ સુધી અવરજવર બંધ થઈ છે. પાણી ઓસર્યા બાદ ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર પૂર્વવત થશે.

માણાવદર તાલુકાના 18 ગામોની યાદી

1) થાપલા
2) કોડવાવ
3) સમેગા
4) પીપલાના
5) સરાડીયા
6)ચિખલોદ્રા
7)દેશીંગા
8) મરમઠ
9) વેકરી
10) લીંબુડા
11) ઇન્દ્રા
12)શેરડી
13) ગણા
14) ભિંડોરા
15) વડા
16) પાદરડી
17) મટીયાણા
18) આંબલિયા

Junagadh Rain : બાટવા ખારા ડેમ ઓવરફ્લો

ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો

ભારે વરસાદને કારણે ઓજત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં 1359 પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા વંથલી તાલુકાના નાના કાજલીયારા શાપુર સહિતના ચાર ગામોને સાવચેત કરાયા છે.

ભારે વરસાદને કારણે સમગ્ર પાજોદ જળમગ્ન

જુનાગઢના પાજોદ ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલી થઈ રહી છે. આ સાથે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે સમગ્ર પાજોદ જળમગ્ન બન્યું છે. અહીં 6 હજાર વિદ્યા જમીનનું ધોવાણ થયું છે. આ સાથે લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે.

Junagadh Rain : બાટવા ખારા ડેમ ઓવરફ્લો

સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં જુવાગઢના વિવિધ વિસ્તારોમાં વરસાદ

  • જુનાગઢ માણાવદર 4.17
  • જુનાગઢ વિસાવદર 3.98
  • જુનાગઢ મેંદરડા 3.78
  • જુનાગઢ કેશોદ 3.07
  • જુનાગઢ વંથલી 3.03
  • જુનાગઢ જુનાગઢ 2.64
  • જુનાગઢ જૂનાગઢ શહેર 2.64

આ પણ વાંચો : Ahmedabad Accident: થાર-ફોર્ચ્યુનર અકસ્માતના CCTV આવ્યા સામે, જુઓ હચમચાવી નાખતો વીડિયો

Read More