Junagadh : જવાહર ચાવડાના લેટર બોમ્બ બાદ ભાજપમાં વધુ એક મોટા નેતાએ ઊભરો ઠાલવ્યો, કહ્યું – પક્ષની નેતાગીરીની શું મજબુરી છે કે એક વ્યક્તિને જ બધી સત્તા આપી ?

September 18, 2024

Junagadh:  જુનાગઢ ભાજપમાં (Junagadh BJP) ફરી એક વાર ભડકા જેવી સ્થિતિ ઉભી થઈ છે. ગઈ કાલે નારાજ ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા (Jawahar Chawda) પીએમ નરેન્દ્રમોદીને (PM Modi) પત્ર લખ્યો હતો જેમાં તેમને જુનાગઢ જિલ્લા પ્રમુખ કીરીટ પટેલ (Kirit Patel) એકથી વધુ હોદ્દા પર રહીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ લગાવતા ભારે ખળભળાય મચ્યો હતો ત્યારે આજે ભાજપના વધુ એક મોટા નેતા કીરીટ પટેલની વિરુદ્ધ મેદાનમાં આવ્યા છે અને તેમને જવાહર ચાવડાને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો : ભાજપમાં ફરી ભડકો ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવુ ?

જવાહર ચાવડાના બળવાને ભાજપના મોટા નેતાનું સમર્થન!

મળતી માહિતી મુજબ પૂર્વમંત્રી અને જુનાગઢ જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ કનુભાઈ ભાલાળા (Kanubhai Bhalala) પણ ખુલીને મેદાનમાં આવ્યા છે. અને તેમણે જવાહર ચાવડાએ જે કિરીટ પટેલ પર કરેલા આક્ષેપોને તેમને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, પક્ષની નેતાગીરીની શું મજબુરી છે કે એક વ્યક્તિને જ બધી સત્તા આપી ? ભાજપમાં જી હજુરી કરવાવાળાની બોલબાલા છે. તેમણે કહ્યુ કે, કિરીટ પટેલ અંગે મે સી આર પાટીલને પણ વાત કરી હતી. પરંતુ ભાજપની નેતાગીરી કિરીટ પટેલને છાવરે છે. આમ લાખો પાયાના કાર્યકરોની જેમ કનુભાલાળાની લાગણી પણ છલકાઈ હતી અને કહ્યુ કે, આજે ભાજપમાં સિનિયર આગેવાનોને કોઈ પૂછવાવાળું નથી. જવાહર ચાવળાના લેટરબોમ્બ બાદ વધુ એક મોટા નેતાએ ખુલીને બોલતા જુનાગઢ ભાજપમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. હવે જુનાગઢ ભાજપમાં લાગેલી આ આગ કોને કોને દઝાડે છે તેમજ ભાજપનું નેતૃત્વ આ આગને ઠારવામા કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :  Maharashtra:ગણપતિ વિસર્જન દરમિયાન 2 જૂથો વચ્ચે અથડામણ, ભગવાન ગણેશની મૂર્તિ પર પથ્થરમારો, પોલીસે કર્યો લાઠીચાર્જ

Read More

Trending Video