Journalists protest in Parliament: સંસદની બહાર પત્રકારોને કાચના રુમમાં પુરી રખાયા, PCI કર્યો વિરોધ

July 29, 2024

Journalists protest in Parliament: હાલ સંસદમાં ચોમાસુ સત્ર (Monsoon session) ચાલી રહ્યું છે. ચોમાસું સત્રના છઠ્ઠા દિવસે આજે લોકસભામાં (Parliament) વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)  પણ બજેટ મુદ્દે ચર્ચા કરવા જોડાયા હતા. ત્યારે સંસદ સંકુલની અંદર પત્રકારો (Journalists) પર ફરવા અને સરકાર અને વિપક્ષના નેતાઓના નિવેદન લેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હવે તેમણે સંસદની બહારના કાચના રૂમમાંથી જ કવર કરવું પડશે .

ચોથી જાગીર માટે સંસદમાં પ્રવેશબંધી

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા (PCI) એ સોશિયલ મીડિયા પર આ રૂમમાં બેઠેલા પત્રકારોનો વીડિયો શેર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે અને પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.નજરકેદ કરાયેલા પત્રકારોએ પણ આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

પત્રકારોને કેમ કાચના રુમમાં પુરી રાખવામા આવ્યા ?

આ પત્રકારો સંસદભવનના “મકર દ્વાર”પર સાંસદોની પ્રતિક્રિયાઓ લઈ રહ્યા હતા. ત્યારે સંસદ ભવન સંકુલમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા હવે તેઓ આ દ્વારની સામે ઉભા પણ રહી શકે નહીં. તેમને અલગથી એક કાચના રુમમાં રાખવામા આવ્યા છે. આ વીડિયોમાં જે પત્રકારોને રાખવામા આવ્યા તે એક કાચના ડબ્બા જેવો રુમ દેખાઈ રહ્યો છે. જેમાં તમામ પત્રકારોને રાખવામા આવ્યા છે. જો કે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો તે હજુ સામે આવ્યું નથી. પરંતુ કોંગ્રેસ પણ આ મામલે વિરોધ નોંધાવી રહી છે. અને દેશની ચોથી જાગીરને આવી રીતે રુમમાં પુરવા પર ટીકા કરી રહ્યું છે.

રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો મુદ્દો

લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે સાહેબ, તમે મીડિયાના લોકોને પિંજરામાં કેદ કરી દીધા છે, કૃપા કરીને તેમને મુક્ત કરો. રાહુલ ગાંધીના આ નિવેદન પર સ્પીકર ઓમ બિરલા ગુસ્સે થઈ ગયા, ત્યારબાદ રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ગૃહમાં હોબાળો થયો.

આ પણ વાંચો : જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે ત્યાં ત્યાં ભાજપવાળાઓ નીકળે છે: શક્તિસિંહ ગોહિલ

Read More

Trending Video