JMMએ Jharkhandના પૂર્વ CM ચંપાઈ સોરેનને આપી સલાહ? કહ્યું, ‘હજુ સમય છે…’

August 19, 2024

Jharkhand Assembly Elections: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને જેએમએમના નેતા ચંપાઈ સોરેનના ભાજપમાં જોડાવાની અટકળો પર સતત રાજકીય નિવેદન આપી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ મામલે નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સંબંધમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા મનોજ પાંડેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને ચંપાઈ સોરેનને બીજે ક્યાંય ન જવાની અપીલ કરી છે.

જેએમએમના વરિષ્ઠ નેતા મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, હું ચંપાઈ સોરેનને કહેવા માંગુ છું કે હજુ પણ સમય છે. ઘરે પાછા આવો. તમે આજે પણ અમારા આદરણીય નેતા છો. તમને અહીં જ માન મળશે.

ચંપાઈ સોરેન વિપક્ષની જાળમાં ફસાઈ ગયા – મનોજ પાંડે

તેમણે વધુમાં કહ્યું, “ચંપાઈ સોરેન પાર્ટીના સમર્પિત કાર્યકર રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચામાં ચંપાઈ સોરેન જેટલું સન્માન કોઈને મળ્યું ન હતું. આજે તેઓ વિપક્ષની જાળમાં ફસાઈ ગયા છે. તેઓ કહી રહ્યા છે કે તેમનું અપમાન કરવામાં આવ્યું હતું જ્યારે હેમંત સોરેને ચંપાઈ સોરેનને મુખ્યમંત્રી બનાવ્યા હતા. આનાથી ઊંચો કોઈ હોદ્દો છે ખરો?

ઝારખંડ સરકારને કોઈ ખતરો નથી- મનોજ પાંડે

જેએમએમના પ્રવક્તાએ વધુમાં કહ્યું, “શું ચંપાઈ સોરેન ભાજપના સંપર્કમાં છે કે નહીં? આ ફક્ત તે જ કહી શકે છે. ચંપાઈએ સંકેત આપ્યા છે કે તેઓ પાર્ટી છોડી શકે છે. ચંપાઈ સાથે જેએમએમનો એક પણ ધારાસભ્ય નથી. ભાજપ 2019 થી પૈસાના આધારે સરકારને તોડવાની કોશિશ કરી રહી છે પરંતુ ઓપરેશન લોટસ નિષ્ફળ રહ્યું છે. ઝારખંડ સરકારને કોઈ ખતરો નથી. (Jharkhand )

નોંધનીય છે કે ચંપાઈ સોરેન વિશે એવી અટકળો છે કે તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના 6 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. આ અફવાઓ વચ્ચે, ચંપાઈ સોરેન રવિવારે (18 ઓગસ્ટ) રાજધાની દિલ્હી પહોંચ્યા. પૂર્વ સીએમ ચંપાઈ સોરેનને જ્યારે મીડિયા દ્વારા ભાજપમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું મારા અંગત કામ માટે દિલ્હી આવ્યો છું. ચંપાઈ સોરેને રવિવારે સોશિયલ મીડિયા પર એક લાંબી ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી. જેમાં તેમણે પાર્ટી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે પાર્ટી પર તેમનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

Read More

Trending Video