J&K Assembly Elections Phase 2: જમ્મુ અને કાશ્મીર (Jammu – Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ( Assembly Elections Phase 2) આજે 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે જેમાં લગભગ 25 લાખ મતદારો 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. આજે ચૂંટણી મેદાનમાં જે ઉમેદવારોના ભાવિનો નિર્ણય થવાનો છે તેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ સમિતિ (JKPCC)ના પ્રમુખ તારિક હમીદ કારા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા રવિન્દ્ર રૈનાનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં જે 26 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે તે 6 જિલ્લા હેઠળ આવે છે. તેમાંથી 3 જિલ્લા કાશ્મીર વિભાગમાં છે જ્યારે આટલા જ જિલ્લાઓ જમ્મુ વિભાગમાં છે.
લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. આ વીડિયો શ્રીનગરના એક પોલિંગ બૂથનો છે.
#WATCH श्रीनगर: जम्मू-कश्मीर विधानसभा चुनाव के दूसरे चरण का मतदान शुरू हो गया है। लोग भारी संख्या में मतदान करने के लिए पहुंच रहे हैं।
वीडियो श्रीनगर के एक मतदान केंद्र से है। pic.twitter.com/qVNGHqG2DT
— ANI_HindiNews (@AHindinews) September 25, 2024
ભાજપના ઉમેદવાર બલદેવ રાજ શર્માએ પોતાનો મત આપ્યો
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વીડિયો કટરાના એક પોલિંગ બૂથનો છે. ભાજપના ઉમેદવાર બલદેવ રાજ શર્માએ માતા વૈષ્ણોદેવી વિધાનસભા ક્ષેત્રમાંથી પોતાનો મત આપ્યો.
શ્રીનગરમાં 8 બેઠકો પર સૌથી વધુ મતદાન
જે 26 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે તેમાં ગાંદરબલ જિલ્લાની 2 બેઠકો, શ્રીનગરની 8 બેઠકો, બડગામની 5 બેઠકો, રિયાસીની 3 બેઠકો, રાજૌરીની 5 બેઠકો અને પૂંચની 3 બેઠકોનો સમાવેશ થાય છે.
जम्मू-कश्मीर में आज विधानसभा चुनाव के दूसरे दौर की वोटिंग है। सभी वोटर्स से मेरी अपील है कि वे अपना वोट जरूर दें और लोकतंत्र को मजबूत बनाने में अपनी अहम भूमिका निभाएं। इस अवसर पर पहली बार वोट डालने जा रहे सभी युवा साथियों को मेरा अभिनंदन!
— Narendra Modi (@narendramodi) September 25, 2024
લોકશાહીને મજબૂત કરવામાં તમારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવોઃ પીએમ મોદી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના અવસર પર પીએમ મોદીએ પોસ્ટ કર્યું, ‘જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. આ પ્રસંગે, પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારા અભિનંદન!
ભાજપ 26માંથી 17 સીટો પર લડી રહી છે ચૂંટણી
ભાજપ 26માંથી કુલ 17 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જેમાં જમ્મુની 11 અને કાશ્મીરની 6 બેઠકોનો સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સ 26માંથી 20 સીટો પર ચૂંટણી લડી રહી છે, જેમાં જમ્મુની 6 અને કાશ્મીરની 14 સીટો છે. કોંગ્રેસ 26માંથી 6 સીટો પર અને પીડીપી 26માંથી 24 સીટો પર ચૂંટણી લડી રહી છે.
પ્રથમ તબક્કામાં 61.38 ટકા થયું હતું મતદાન
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે 18 સપ્ટેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 61.38 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો : Sabarkantha : હિંમતનગર – શામળાજી હાઈવે પર ઈનોવા અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત, કાર ચાલક સહિત 7 લોકોના મોત