Jignesh Mevani : ગુજરાતમાં હાલ ડ્રગ્સ અને દારૂના દૂષણનો સખ્ત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા થરાદથી જે મામલાની શરૂઆત જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ થઇ હતી, ત્યાં હવે ફરી એક વાર ત્યાં જવાના છે. થોડા દિવસ પહેલા થરાદમાં પોલીસ સ્ટેશનમાં ઊભીને દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે પોલીસ પર પટ્ટા ઉતારવાવાળું જે નિવેદન આપ્યું હતું. તે બાદ ગુજરાતમાં આ મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે. જે બાદ સરકાર અને પોલીસ વિભાગને સતત પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. અને તે વચ્ચે હવે ફરી એક વાર જીગ્નેશ મેવાણીએ થરાદ જવાની જાહેરાત કરી છે.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો એક વિડીયો હાલ સામે આવ્યો છે. અને તેમાં તેમણે કહ્યું છે કે, અત્યાર્સુઘી આ લડાઈને તમે પોતાની સમજી અને મને ખુબ જ સહકાર આપ્યો છે. જેના માટે હું વાવ-થરાદના લોકોનો આભાર મનુ છું અને સેલ્યુટ કરું છું. અને જે રીતે ગેનીબેન અને ગુલાબસિંહ રાજપૂતે પણ આ લડાઈમાં સહયોગ આપ્યો છે. તે માટે પણ હું ખુબ આભારી છું. હવે આગામી 6 ડિસેમ્બરે ફરી એક વાર થરાદમાં આપણે બધાએ એકઠા થવાનું છે. આ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે લડવાનું છે.
Jignesh Mevani એ વાવ-થરાદના લોકોને સલામ કરીને શું સંદેશ આપ્યો? #VavTharad #JigneshMevani #HarshSanghavi #Gujarat #Banaskantha #Nirbhaynews pic.twitter.com/r3XBrGejy7
— Nirbhaynews (@nirbhaynews1) November 28, 2025