Jignesh Mevani ના DGPને સણસણતા સવાલ, સંવિધાન દિવસ પર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કર્યા પ્રહાર

November 26, 2025

Jignesh Mevani : આજે સંવિધાન દિવસ છે. અને સમગ્ર દેશમાં તેની ઉજવણી થઇ રહી છે. તેની વચ્ચે હવે સંવિધાન દિવસ પર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. અને આ પોસ્ટમાં તેમણે ગુજરાતના DGP વિકાસ સહાયને કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. ગઈકાલે DGP વિકાસ સહાયે તેમના પોલીસ વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે, “જો કોઈ કર્મચારી કે અધિકારી ભૂલ કરે તો તેમને સવાલ પૂછવા અમે બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે. પણ જો ડિપાર્ટમેન્ટની બહારની વ્યક્તિ મારા અધિકારી કે કર્મચારીને કઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની જરૂર નથી.” અને હવે આ જ મામલે DGPને સવાલો પૂછ્યા છે. અને પોસ્ટમાં મોટા પ્રહારો કર્યા છે.

આ પોસ્ટમાં તેમણે DGPને સવાલ કરતા કહ્યું છે કે, નાયબ મુખ્યમંત્રી કે ગૃહ રાજ્યમંત્રીના મતવિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા ક્યારે પાડશો ? કુલદીપ શર્મા, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ જેવા તમારા સાથી IPS અધિકારીઓ જયારે સરકારના ટાર્ગેટ પર હતા ત્યારે તેમને મનોબળ પૂરું પાડ્યું હતું…અને જો હા તો આ વિષે વાત કરતો કે માર્ગદર્શન આપતો વિડીયો ક્યારે બહાર આવશે ? આ પ્રકારના સણસણતા પ્રશ્નો DGP ને જીગ્નેશ મેવાણીએ કર્યા હતા.

Jignesh MevaniJignesh Mevani Jignesh Mevani

આ પણ વાંચોDelhi Blast Case માં સાતમી વ્યક્તિની ધરપકડ, આત્મઘાતી બોમ્બર ઉમરના સહાયક શોએબની ધરપકડ

Read More

Trending Video