Jignesh Mevani : ગુજરાતમાં દિકરી સલામત છે, મહિલા સશક્તિકરણ છે. બેટી બચાવો બેટી પઢાવો. આ બધું અત્યાર સુધી સાંભળવું ઘણું સારુ લાગતું હતું. પરંતુ હવે એક દિકરીને ક્યાય પણ એકલી મુકતા પહેલા માબાપ સો વાર વિચાર કરશે. ક્યાંક મારી દિકરીને એકલી ભણવા મુકીશ કોઈ હોસ્ટેલમાં તો આ ભાજપના નરાધમો ત્યાં પહોંચી ન જાય. ક્યાક મારી દિકરી સાથે પણ કોઈ ઉચ્ચ નીચ ન થઈ જાય. આટકોટ જસદણની ઘટના બાદ દરેક મા બાપ ડરી ગયા છે. આજે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેના દ્વારા આ મામલે હવે જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) અને કોંગ્રેસ (Congress) પક્ષે જસદણ પીડિતાને ન્યાય અપાવાવનો હુંકાર ભર્યો છે.
રાજકોટ (Rajkot)ના આટકોટમાં ભાજપ (BJP Gujarat)ના નેતાઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. એક દિકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. છતાં આ મૌન નફફટ ભાજપ સરકાર ચુપ છે. સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર આ દિકરીને ન્યાય અપાવવા ક્યારે આગળ આવશે એ તો નથી ખબર પણ જેનો આમાં હાથ છે તેને પકડશે કે નહી તે સવાલ છે. આજે કોંગ્રેસના ધારાસભ્ય પણ આ દિકરીની વ્હારે આવ્યા છે. કોંગ્રેસ જે ન્યાય યાત્રા કાઢવાનું છે તેમાં જિગ્નેશ મેવાણી આ પીડિત દિકરીઓના અવાજને પણ લોકો સુધી પહોંચાડશે.
જીગ્નેશ મેવાણીનો હુંકાર
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે હવે પીડિતાને ન્યાય અપાવવા હુંકાર ભર્યો છે. તેમને કહ્યું કે, આ ખોખલી ભાજપ સરકારને દીકરીઓની આબરૂ લૂંટાય છતાં પણ ફર્ક પડતો નથી. ભાજપના જ નેતાઓ દીકરીઓની આબરૂ લૂંટે છે, કન્યા છાત્રાલયને હવસનો અડ્ડો બનાવે છે. છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તેથી અમે ન્યાયયાત્રામાં જસદણ કન્યા છાત્રાલયમાં દુષકર્મનો મુદ્દો પણ ઉઠાવીશું. અને પીડિતાને ન્યાય મળે તે માટે લડીશું.
હવે જિગ્નેશ મેવાણી રાજકોટમાં રહીને ભાજપના ગઢમાં ગાબડુ પાડવાની તૈયારીમાં છે. અત્યાર સુધી ભાજપના જે નેતાઓનો હાથ છે જે આટલી ઘટનામાં સંડોવાયેલા છે તેને હવે મેવાણી છોડવાના નથી. અને છોડવા પણ ન જોઈએ. જો સતાધારી પક્ષના નેતાઓ કાંડ કરીને ભૂર્ગભમાં ઉતરી જાય અ઼ને તેને બચાવવા માટે પક્ષના જ સભ્યો ચુપ રહે તો આજે કોઈ બાપ તેની દિકરીને ભણવા કો તેના સપના પુરા કરવા નહી દે. ક્યાંક એ સમય આવવામાં વાર નહી લાગે કે દિકરીને જનમતા વેત જ દુધ પીતી કરી દેશે.
આ પણ વાંચો : Gujarat Police : ગુજરાતમાં પોલીસે 28000 બેંક ખાતા અનફ્રીઝ કર્યા, હજારો લોકોને મોટી રાહત