Jignesh Mevani : ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ આ ગાંધીના ગુજરાતમાં જોઈએ તેટલો દારૂ તમને મળી રહે છે. રાજ્યમાં જેના પર પ્રતિબંધ છે તે જ દારૂનું વેચાણ કોઈ પણ જગ્યાએ ખુલ્લેઆમ થતું હોવા છતાં પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર હોય કે પોલીસ દરેકના નાકની નીચે દારૂનો વેપલો ચાલતો હોય છે છતાં પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી. આવો જ અત્યારે એક લેટર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)નો સામે આવ્યો છે. આજે તેમણે આવો પત્ર રેન્જ આઇજીને લખ્યો છે.
ગુજરાતમાં કચ્છ એ સરહદી વિસ્તાર છે. સરહદી વિસ્તાર હોવાના કારણે ત્યાં દારૂ પણ પહોંચી જાય છે. કચ્છના ઘણા વિસ્તારો અને ખાસ કરીને સામખિયાળી વિસ્તારમાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે કચ્છમાં દારૂની હાટડીઓ પર ખુલ્લેઆમ વેચાણ ચાલુ છે. છતાં જિલ્લા પોલીસ વડા પણ આ મામલે બધું જાણવા છતાં કંઈ કરતા નથી આ પ્રમાણેના આક્ષેપો સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે એક પત્ર કચ્છ (Kutch) જિલ્લા રેન્જ આઇજીને લખ્યો છે. તેમણે આ પત્રમાં કહ્યું છે કે જિલ્લા પોલીસ વડાના નાક નીચે દારૂની હાટડીઓ ચાલી રહી છે. અને આ હાટડીઓના નામ સહિતની વિગત આ પત્રમાં લખવામાં આવી છે.
ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે. હવે આ મામલે સરકાર એક્શન લેશે ખરી ? કારણ કે આ જે હાટડીઓ ચાલે છે તેમાંથી પણ પોલીસ અને નેતાઓને હપ્તાઓ મળતા જ હશે તો જ આ પ્રકારે ખુલ્લેઆમ દારૂનું વેચાણ શક્ય બને છે. જયારે આ બંધ થશે ત્યારે જ આ સમગ્ર મામલે હવે શું એક્શન લેવાશે તે જોવાનું રહ્યું.