Jignesh Mevani : રાજ્યમાં થોડા દિવસથી દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રાજકારણ ગરમાયુ છે. જે મામલે થરાદમાં થોડા દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાવાળું નિવેદન આપ્યું હતું. જે બાદ રાજકીય ઘમાસાણ શરુ થયું હતું. અને તે બાદ સતત જીગ્નેશ મેવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરી રહ્યા છે. આજે ફરી એકવાર જીગ્નેશ મેવાણી થરાદ પહોંચ્યા હતા. અને ફરી એકવાર હુંકાર ભર્યો હતો.
થરાદમાં આજે કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના વડગામના ધારાસભ્યએ કોંગ્રેસના કાર્યક્રમમાં થરાદથી જીગ્નેશ મેવાણીને ચેલેન્જ કરી છે. અને કહ્યું છે કે, બે દિવસ પહેલા હર્ષ સંઘવી વડગામ આવ્યા પણ તેમણે દારૂ-ડ્રગ્સ બંધ કરાવવાનું વચન ન આપ્યું. હું તેમને મારી સાથે ડિબેટ કરવાની ચેલેન્જ આપુ છું અને જો એમની મારી સાથે ડિબેટ કરવાની કેપેસીટી ન હોય તો મારા પટાવાળા કે ડ્રાઇવર સાથે કરે.
રાજ્યમાં લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો ડ્રગ્સના રવાડે ચડ્યા છે અને છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સનું દૂષણ ચરમસીમાએ પહોંચ્યું છે. બે દિવસ પૂર્વે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવી મારા વિધાનસભા વિસ્તાર વડગામમાં આવ્યા હતા, પરંતુ તેમણે જુગારધામ, કુટણખાના, દારૂ કે ડ્રગ્સનો વેપાર બંધ કરાવવા અંગે કોઈ વચન આપ્યું ન હતું.
Jignesh Mevani : થરાદમાં ફરી જીગ્નેશ મેવાણીનો ડ્રગ્સ અને દારૂ મુદ્દે બાટલો ફાટ્યો#jigneshmevani #harshsanghavi #viralvídeo #drugs #daru #nirbhaynews pic.twitter.com/YIoqzV2kto
— Nirbhaynews (@nirbhaynews1) December 6, 2025
ગુજરાત પોલીસ પર પ્રહાર કર્યા હતા
જીગ્નેશ મેવાણીએ ગુજરાત પોલીસ પર પ્રહાર કરતા કહ્યું કે, જિલ્લા પોલીસ વડાઓ કોન્સ્ટેબલ પાસે પોતાના જૂતાની પોલિશ કરાવે છે, જે એક ગંદકી છે અને તેને તાત્કાલિક બંધ કરાવવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે ડ્રગ્સ ગુજરાતની ભાવી પેઢીને ચકનાચૂર કરી નાખશે.
વધુમાં તેમણે સવાલો કરતા કહ્યું કે, કયો મંત્રી ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે જે પણ મંત્રી દારૂના અડ્ડા, જુગારધામ કે ડ્રગ્સના કારોબારમાંથી કમાય છે તે ગુજરાત અને દેશનો ગદ્દાર છે. અંતે, જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે હું જેને પકડે છું તેને છોડતો નથી. તેમણે ડ્રગ્સ બંધ કરાવ્યા વગર નહીં રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પણ વાંચો : Visavadar માં ખાતર માટે લાંબી લાઈનો, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલય સામે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન