Jignesh Mevani ના હવે મુખ્યમંત્રીને તીખા સવાલ, દારૂ અને ડ્રગ્સ મામલે CMને પૂછ્યા સણસણતા સવાલ

November 27, 2025

Jignesh Mevani : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં ઊભીને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પટ્ટા ઉતારવાની વાત કરી હતી. અને તેના જ કારણે હવે રાજકારણ ગરમાયુ છે. જીગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર જ જીગ્નેશ મેવાની પર પ્રહાર કર્યા હતા અને સંસ્કાર દેખાય આવે છે તેવી વાત કહી હતી. અને તે બાદ DGP વિકાસ સહાયે પણ આ મામલે નામ લીધા વિના જ જીગ્નેશ મેવાણીને જવાબ આપ્યો હતો. હવે આજે ફરી જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. અને હવે મુખ્યમંત્રીને સવાલો કરી દીધા છે.

જીગ્નેશ મેવાણી છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત પોલીસ અને સરકાર સામે દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે વિરોધ કરી રહ્યા છે. અને હવે આ જ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સવાલો કર્યા છે. અને દાદાને જગાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીને ટેગ કરીને લખ્યું છે કે, માનનીય મુખ્યમંત્રીશ્રી તમે કેમ ચૂપ છો ? ગુજરાતની બહેન દીકરીઓ વિધવા બનતી હોય, યુવાનો ડ્રગ્સ લઇ લઈને ખતમ થઈ રહ્યા હોય છતાં તમારા પેટનું પાણી નથી હલી રહ્યું? દારૂ અને ડ્રગ્સના મુદ્દે રાજ્યમાં ઘમસાણ ચાલી રહ્યું છે છતાં તમે મૌન? રાજ્યની બરબાદીનો તમાસો જોઈ રહ્યા છો કે ચૂપ રહીને અંદરખાને હર્ષનો દાવ લઈ રહ્યા છો? જવાબ આપો – ડ્રગ્સ મુક્ત ગુજરાત ક્યારે? શું એક્શન પ્લાન છે તમારી જોડે? જવાબ આપો – કયો મંત્રી કમાઈ રહ્યો છે ડ્રગ્સના કાળા કારોબારમાંથી ?

આ પણ વાંચોHongkong માં ભીષણ આગ લાગવાથી ત્રણની ધરપકડ; 44 લોકોના મોત, 279 ઈજાગ્રસ્ત

Read More

Trending Video