Jignesh Mevani : જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં દલિત મહિલા સાથે દુર્વ્યવહાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાની નિંદા કરી

August 3, 2024

Jignesh Mevani : આજે કચ્છમાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)ની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક એવી ઘટના બની કે જેના કારણે હવે જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) પર સવાલો ઉભા થઇ ગયા છે. જેમાં કચ્છ કોંગ્રેસના નેતા કે.એસ.આહિર દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને એક IB અધિકારી અને દલિત સમાજની મહિલા બેસવા જતા જાણી જોઈને નેતા ખુરશી ખેંચી લેતા નેતાજી પર સવાલ ઉભા થયા છે. ત્યારે હવે આ મામલે જીગ્નેશ મેવાણી પર પણ સવાલ ઉભા થયા છે. ખાસ તો આ મહિલા અધિકારી દલિત સમાજના હોવાથી હવે આ મામલો વધારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે. અને લખ્યું છે કે, “કોંગ્રેસની માનસિકતા હંમેશા દલિત વિરોધી રહી છે. આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન તેમના નજીકના મિત્ર કચ્છ કોંગ્રેસના નેતા કે. એસ. આહિર દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને દલિત મહિલા અધિકારીને ઘાયલ કરવામાં આવ્યા. આ ખૂબ જ નિંદનીય બાબત છે.”

આ પણ વાંચોJasdan Kanya Chhatralay : જસદણમાં કન્યા છાત્રાલયમાં ઘટના બાદ યોજાઈ ચિંતન શિબિર, ટ્રસ્ટીઓએ ઘટના મામલે કંઈ પણ બોલવાનો કર્યો ઈન્કાર

Read More

Trending Video