Jignesh Mevani : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો છેલ્લો દિવસ છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસની ગુજરાતમાં ન્યાયયાત્રા ચાલી રહી છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે વિધાનસભા સત્રમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યારે તેમણે વિધાનસભામાં રાજકોટ અગ્નિકાંડ, મોરબી ઝૂલતા બ્રિજ કાંડ, તક્ષશિલા કાંડ અને વડોદરા હરિણી બોટકાંડ જેવા મુદ્દાઓ પર આજે સવાલો પૂછ્યા હતા. અને આ મામલે વિધાનસભામાં ચર્ચા કરવામાં આવે તેની માંગ કરી હતી.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સદનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હર્ષ સંઘવી અને સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા. આજે રાજકોટ અગ્નિકાંડના પીડિતોએ અને અન્ય ઘટનાના પીડિતોએ આ મામલે ગૃહ રાજ્યમંત્રી સમક્ષ 12 માંગણીઓ કરી હતી. જેમાં આ બધા કેસની તપાસ CBI ને સોંપવામાં આવે અથવા તો SIT માં ભ્રષ્ટાચારી ન હોય તેવા લાયક અધિકારીઓને આ તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. પરંતુ હજુ આ મામલે તેમના દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.
Jignesh Mevani એ વિધાનસભામાં ઉઠાવ્યો અગ્નિકાંડ અને જસદણનો મુદ્દો#JigneshMevani #Congress #JasdanCase #RajkotGamezone #viralvideo #nirbhaynews@jigneshmevani80 pic.twitter.com/LC38vh5aqK
— Nirbhaynews (@nirbhaynews1) August 23, 2024
વધુમાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આજે સદનમાં આ મામલે વેલમાં ઘુસી અને 10 મિનિટ સુધી આ મામલે મેં અવાજ ઉઠાવ્યો છે. અને નારેબાજી કરી છે. જે બાદ મને સદનમાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું હતું. અને મેં ત્યાંથી વોકઆઉટ કર્યું છે. હું તો બહાર આવી ગયો પરંતુ સરકાર આ મામલે કેમ ચર્ચાઓ કરી રહી નથી. જયારે પણ આ મુદ્દાઓ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર કેમ ચૂપ બેસી જાય છે. કારણ કે તેમને પણ ખબર છે કે આ બધા કાંડમાં ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓનો હાથ છે.
ગુજરાતમાં જસદણની દીકરી સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં શા માટે આરોપીને પકડવામાં આવી રહ્યો નથી. કારણ કે આ સમગ્ર ઘટના જો ખુલી ગઈ તો ભાજપના એ ભ્ર્ષ્ટાચારી નેતાઓના જ નામ ખુલવાના છે. જેને કારણે સરકાર તેમને છાવરી રહી છે. અને ત્યાંના એ સમાજ સેવિકાએ જ કહ્યું છે કે આ કેસમાં માત્ર એક જ દીકરી નથી. પરંતુ તેમાં બીજી 6 છોકરીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ ચાલી રહી છે. ત્યારે હવે આજે ન્યાયયાત્રા પણ ગાંધીનગર પહોંચવાની છે. ત્યારે હવે આ મામલે અમારો વિરોધ સતત ચાલુ જ રહેશે તેવું ધારાસભ્ય જીગ્નેશ મેવાનીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : Kolkata Doctor Death : આર.જી.કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષનો થશે પોલિગ્રાફ ટેસ્ટ, કોર્ટે મંજૂરી આપી