Jignesh Mevani : ગુજરાતમાં ઉનાકાંડના 8 વર્ષ પુરા થતા દલિતોનું મહાસંમેલન યોજાશે, જીગ્નેશ મેવાણીએ સમાજને આગળ આવવા કર્યું આહવાન

July 4, 2024

Jignesh Mevani : ગણેશ જાડેજા (Ganesh Gondal) દલિત યુવકને માર માર્યો તે બાદ દલિત સમાજ (Dalit Samaj)માં તેના તેના પડઘા ઊંડા પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે દલિત સમાજ આગામી 11 જુલાઇના રોજ મોટું સંમેલન કરવા જઈ રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજને જોડાવવા માટે જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)એ પણ આહવાન કર્યું છે.

જૂનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવી ત્યારબાદ દલિત સમાજ એક થયો છે. અને હવે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં દલિત સમાજ પાર જ્યાં જ્યાં અત્યાચાર થાય છે તેને લઈને એક મહા સંમેલન યોજવા જઈ રહ્યું છે. 11 જુલાઈ એટલે કે ઉનાકાંડનો દિવસ છે. 8 વર્ષ પહેલા ઉનામાં દલિત યુવકોને માર મારવામાં આવ્યો હતો. જેના પડઘા આખા રાજ્યમાં પડ્યા હતા. તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા આ પીડિતોને ન્યાય મળે તે માટે કમિટી પણ રચી હતી. પરંતુ આ પીડિતોને હજી સુધી ન્યાય મળ્યો નથી.

ઉપરાંત મુખ્યમંત્રીએ જે સરકારી સહાય પીડિતોને આપવાની વાત કરી હતી. તેમને જમીન આપવામાં આવશે, અને સરકારી નોકરી ને આપવાની વાત કરવામાં આવી હતી તે હજી સુધી આપવામાં આવી નથી. આવવા પીડિતો માટે દલિત સમાજ દ્વારા એક એપ્લિકેશ નપાન બહાર પાડવામાં આવી હતી જેમાં આવા પીડિતો તેમના પર થયેલા અત્યાચાર ની વિગતો આપી છે. અને આ તમામ પીડિતો ૧૧ જુલાઈને દિવસે મહાસંમેલન માં ગીર ગઢડા હાજર રહેવાના છે. સાથે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ આજે એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ઉનાના પીડિતો સહીત જૂનાગઢ દલિત યુવકને માર મારવાની ઘટનામાં જીગ્નેશ મેવાણીએ દલિત યુવકોને આહવાન કર્યું હતું.

આ પીડિતોને ન્યાય મળે તે માટે અને માત્ર ઉના કાંડ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં જેટલા દલિતો ઉપર અત્યાચાર થયલ છે, તે તમામ પીડિતો આ સંમેલનમાં હાજર રહેશે. અને એક મંચ પરથી આ પીડિતોને ન્યાય મળે તેના માટે આહવાન કરવામાં આવશે. અને જે દલિતો પર અત્યાચાર થયેલીઓ છે અને તેમની ફરિયાદ પણ લેવાં ણથી આવતી તેમની ફરિયાદ નોંધાવવા અને તેમનો કેસ મફત લડાય તેના માટે દલિત સમાજ આગળ આવશે. એટલે એવું કહેવાય કે જૂનાગઢમાં ગણેશ ગોંડલ દ્વારા જે રીતે દલિત યુવકને અપહરણ કરી માર મારવામાં આવ્યો ત્યારબાદ દલિત સમાજ હવે એક થયો છે. ગણેશ જાડેજા જેવા લોકો સામે અવાજ ઉઠાવશે અને ખોટી દાદાગીરી સહન નહીં કરે તે રીતે હવે લડત આપવામાં આવશે.

આ પણ વાંચોRahul Gandhi : શક્તિસિંહે આપ્યું રાહુલ ગાંધીને ગુજરાત આવવાનું આમંત્રણ, પથ્થરમારની ઘટનાને લઈ કોંગ્રેસ કાર્યકરોને બિરદાવ્યા

Read More

Trending Video