Kutch માં મહિલા IB અધિકારી સાથે દુર વ્યવહાર મામલે કોંગ્રેસ આગેવાન સામે ફરિયાદ , જીગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને ચેલેન્જ આપતા કહ્યું- તમારામાં તાકાત હોય તો…

August 5, 2024

Kutch : બે દિવસ પહેલા કચ્છમાં Kutch (Kutch) કોંગ્રેસ નેતા (congress leader) અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani)ની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કચ્છ કોંગ્રેસના નેતા કે.એસ.આહિર (KS Ahir) દ્વારા એક IB અધિકારી અને દલિત સમાજની મહિલા બેસવા જતા જાણી જોઈને ખુરશી ખેંચીને આ મહિલાને નીચે પાડી હતી. આ મહિલા અધિકારી દલિત સમાજના હોવાથી આ મામલો ખુબ ગરમાયો છે. આ સમગ્ર મામલે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે કોગ્રેસ આગેવાન એચ.એસ.આહિર સામે ફરીયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય,સહિતની નવી કલમ 121,221,233 તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામા આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે આજે ફરી કોંગ્રેસી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આઇ.બી કર્મચારી સાથે દુર વ્યવહાર મામલે કોંગ્રેસ આગેવાન સામે ફરિયાદ

ભુજમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમા આઇ.બી કર્મચારી સાથે દુર વ્યવહાર મામલે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે કોગ્રેસ આગેવાન એચ.એસ.આહિર સામે ફરીયાદ નોંધાઇ છે. એચ.એસ.આહિર સામે ભારતીય ન્યાય,સહિતની નવી કલમ 121,221,233 તથા એટ્રોસીટી એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મહિલાના અપમાન બાબતે પોલીસ તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, એચ.એસ.આહિર કિસાન મોરચાના કન્વીનર છે તેમની સામે ફરજમા રૂકાવટ અંગે પણ ફરીયાદ નોંધાઈ છે.

જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસ આગેવાન સામે ફરિયાદ નોંધાવવા મામલે આપ્યું નિવેદન

જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, કોંગ્રેસ કાર્યકર પર ગુનો નોંધવામાં આવ્યો છે તે ઉપજાવી કાઢેલો છે બનાવટી એફઆઈઆર છે . પહેલી વાત તો તે છે મારી પ્રેસ કોન્ફરન્સ જે ભુજના સર્કિટ હાઉસમાં કોન્ફન્ફરન્સ યોજાઈ હતી, તેમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપ્યું હતું ? બાપાને પેઢી ચાલે છે તો પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા. મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું. તો મીડિયા સિવાય પ્રેસ કોન્ફરન્સમાં આમત્રંણ વગર આઈ.બી. ના કર્મીને ડહાપણ કરવાની શું જરુર પડી ? બીજો સવાલ કે, ખુરશી ખસેડવાને પગલે આઈ.બી. ના મહિલા કર્મી જે પડી ગયા તેને લઈને હું દિલગીરી અનુભવતો હતો પરંતુ હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે મહિલા પોલીસ કર્મીએ એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કર્યો છે પોતે દિલિત સમાજના છે તેનો લાભ ઉઠાવીને આ ખોટી ફરિયાદ કરી છે.

જીગ્નેશ મેવાણીએ હર્શ સંઘવી પર કર્યા પ્રહાર

વધુમાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા અને કામના સાક્ષી છે કે, અત્યાચાર અને અન્યાયની ઘટનામાં હુ એક ટકો પણ કોમ્પ્રોમાઈસ કરતો નથી. આવું કોઈ કૃત્ય બન્યુ હોય તો હુ પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરોધમાં છું. આ ગાંધીનગરના ઈશારે થયેલી ફરિયાદ છે. ફરિયાદી પોતે કરેલી એફ આઈ આર હોય તે હુ માનતો નથી. ગૃહમંત્રીએ ટ્વિટ કરીને મને કહ્યુ કે, જિગ્નેશ મેવાણીના મિત્રએ આ કર્યું તેમને હુ કહેવા માંગુ છે કે, હે 8 ચોપડી પાસ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દિકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી તેમાં રાજકોટના ભાજપના જ મહિલા કહી રહ્યા છે કે, તેમની જેવી બીજી 6 દિકરીઓની આવી ફરિયાદ છે. જો તમારામાં તાકાત હોય તો તાબડતોબ ધરપકડ કરીને બતાવો. હું એસ પીને કહેવા માંગુ છુ કે, તમારે તે માણસની ધરપકડમાં તકેદારી રાખવી જોઈતી હતી. તમે તે માણસની ધરપકડ પણ કરી નાખી પરંતુ આજ કચ્છમાં પ્રેસ કોન્ફરન્સમાં મેં દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં દબાણની વાત કરી. કરાવોને આમાં ફરિયાદ, કચ્છમાં ઠેર ઠેર ડ્ગ્સ અને દારુ વેચાય છે જો ગૃહમંત્રી તમારામાં તાકાત હોય તો કચ્છમાં એક ટીપુય દારુ ન વેચાય તેવું કરીને બતાવો.

જીગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીને ચેલેન્જ કરી

વધુમાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, હુ ચેલેન્જ કરુ છુ કે, તમારામાં તાકાત હોય તો રાપરમાં, ભુજ અને અંજારમાં દલિત સમાજને ફાળવેલી 3 હજાર એકર જમીનમાં જે તમારી પાર્ટીના ગુંડાઓ ઘૂસેલા છે તેના પર એફ આઈ કરીને બતાવો. આઈબીના એક નાના કર્મચારીનો ઉપયોગ કરીને એટ્રોસીટીની ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો આ પ્રકારનું ચલાવી લેવાના નથી.

આ પણ  વાંચો : Bangladesh: શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું, દેશ છોડીને ભારત આવવા રવાના

Read More

Trending Video