Jignesh Mevani : ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સ મામલે જીગ્નેશ મેવાણીએ જાહેરમાં પોલીસ પર નિવેદન આપ્યું છે. અને આ નિવેદન બાદ જીગ્નેશ મેવાણી અને બીજી તરફ પોલીસ વિભાગ જાણે આમને સામને આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જે રીતે જીગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનમાં જ ઊભીને પોલીસ પર જ ટિપ્પણી કરતી હતી. અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કહી હતી. અને તે બાદ રાજકારણ ખુબ જ ગરમાયુ છે. પહેલા જીગ્નેશ મેવાણીને નામ લીધા વિના હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો. અને ગઈકાલે DGP એ પણ આ જ મામલે નામ લીધા વિના જવાબ આપ્યો હતો. આ સાથે જ ગઈકાલે રાત્રે જીગ્નેશ મેવાણીએ તેમના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે, “ભાજપ સરકાર અને દારૂ ડ્રગ્સના હપ્તાખોરોનું હપ્તા બચાવો આંદોલન”
હવે આ પોસ્ટમાં ભાજપ સરકારને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે પણ આ હપ્તાખોરો વિષે જે લખવામાં આવ્યું છે, તે આડકતરી રીતે કોના તરફ ઈશારો કરે છે તે હજુ સામે આવ્યું નથી. ત્યારે આ પોસ્ટ બાદ ફરી રાજકારણ ગરમાયુ છે અને હાલ પોસ્ટ ખુબ જ ચર્ચાનો વિષય બની છે. અને આ પોસ્ટના કારણે લોકોમાં સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે.

આ પણ વાંચો : Constitution Day : 26 નવેમ્બરને બંધારણ દિવસ ઉજવવા માટે કેમ પસંદ કરવામાં આવ્યો? જાણો આ દિવસ કેમ ખાસ