Jetpur Viral Video : ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. ગાંધીના ગુજરાત (Gujarat)માં દારૂ પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. પરંતુ તેમ છતાં કોઈને કોઈ રીતે લોકો દારૂ પિતા ઝડપાતા રહે છે. અને વેચાણ કરતા ઝડપાતા રહે છે. અહીં હંમેશા સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો આ દારૂનું વેચાણ સરકારને અને તંત્રને શા માટે નથી દેખાતું ? કારણ કે કોઈ પણ જગ્યાએ દારૂ બને તો સરકારને જાણ થઇ જ જાય છે. પરંતુ સરકાર કે તંત્ર તેની સામે કોઈ પગલાં લેતી નથી. આજે એવો જ એક વિડીયો જેતપુર (Jetpur Viral Video )ના જેતલસરથી સામે આવ્યો છે. જેમાં ખુલ્લેઆમ જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે અને લોકો ખરીદી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે.
ગાંધીના ગુજરાતમાં સરાજાહેર ચાલે છે દારૂનો વેપલો
ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવે છે. અને બીજી બાજુ જેતપુરના જેતલસર જંકશનમાં દેશી દારૂના અડ્ડાનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેતપુરના જેતલસર જંકશનમાં આવેલ નટવરસિંહ બાપુની સમાધિ પાસે દેશી દારૂનો અડ્ડો આવેલો છે. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીની મોટી મોટી વાતો તો બીજી તરફ જેતલસર જંકશનમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ક્યાંથી આવ્યા ? જેતલસરના જાગૃત નાગરિકે દેશી દારૂના વેચાણનો વિડિયો ઉતારીને વાયરલ કર્યો. બુટલેગરો એવા બેફામ બન્યા છે કે લોકો જયારે આ વિડીયો લઇ રહ્યા છે ત્યારે પણ તેમને દારૂનું વેચાણ બંધ કર્યું નહિ. શું તંત્રની મીઠી નજર હેઠળ ચાલે છે દારૂના હાટડા ? શું તંત્રની આમ મીલીભગત છે તે અહીં ખુબ મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો : Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડ મામલે જીગ્નેશ મેવાણીની ચીમકી, ઉગ્ર દેખાવો અને રાજકોટ બંધનું કર્યું એલાન