Jetpur Congress : ગુજરાત અત્યારે ભ્ર્ષ્ટાચારનું હબ બની રહ્યું છે. સરકારી અધિકારીઓ અને નેતાઓ જાણે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ ભ્ર્ષ્ટાચાર (Corruption)ને કારણે કેટલાયે માસુમો ભ્ર્ષ્ટાચારીઓના કાળા કામોનો અને લાલચનો ભોગ બનતા હોય છે. અને દર વખતે આ ભ્ર્ષ્ટાચારના નામે રાજનીતિ (Politics) રમવામાં આવતી હોય છે. પક્ષ કોઈ પણ હોય સૌ કોઈ એકબીજાના ભ્ર્ષ્ટાચાર ઉઘાડા પાડવામાં પડ્યા છે. પરંતુ આ મામલે કોઈ નક્કર પગલાં ન તો લે છે અને કોઈ લેવાનું પણ નથી. ત્યારે વધુ એક વખત કોંગ્રેસ ભ્ર્ષ્ટાચારના વિરોધમાં મેદાને આવી છે. જેતપુર (Jetpur Congress)માં લલિત વસોયા નગરપાલિકાના ભ્ર્ષ્ટાચાર ઉજાગર કરવા કાર્યકરો સાથે મેદાને ઉતાર્યા છે.

જેતપુરમાં કોંગ્રેસ પાલિકાના ભ્ર્ષ્ટાચાર સામે આવી મેદાને
જેતપુર નવાગઢ નગરપાલિકાના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા જેતપુર કોંગ્રેસ (Jetpur Congress) મેદાને આવી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની હાજરીમાં આજે શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા પત્રિકા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પત્રિકા વિતરણ કરી લોકોને જાગૃત કરવાનું અભિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. જેતપુર નવાગઢ નગરપાલિકામાં અનેક ભ્રષ્ટાચારો થયાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. પાલિકામાં કરોડો રૂપિયા ગ્રાન્ટો આવવા છતાં જેતપુરના રોડ રસ્તા સહિતની અનેક સમસ્યાઓથી પ્રજાજનો ત્રસ્ત જોવા મળ્યા છે. આગામી પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ દ્વારા લોકોના મુદ્દાઓને ઉજાગર કરવાની વાત કહી છે.
પરંતુ અહીં પ્રશ્ન એ છે કે જો ભ્ર્ષ્ટાચાર ઉજાગર કરવાની વાત કરવામાં આવૅ છે. અને ઘણી વખત સાબિતી સાથે બધું બહાર પણ આવે છે. તો પરંતુ શું તે ભ્ર્ષ્ટાચારીઓને સજા કરવામાં આવે છે ખરી ? ખાસ તો આ ભ્ર્ષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ કે પદાધિકારીઓ સહીત કોઈ પણ નેતાને સજા કરવામાં આવતી નથી. ત્યારે જોવાનું રહ્યું કે જેતપુરમાં પાલિકામાં હજુ કેટલો મોટો ભ્રષ્ટાચાર ઉજાગર થાય છે.
આ પણ વાંચો : Anshuman Gaekwad : પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડનું નિધન, અંતિમ દર્શન માટે ક્રિકેટરોનું આગમન