Jayrajsinh Jadeja : ગણેશ ગોંડલ કેસ બાદ કેમ ચૂપ છે જયરાજસિંહ જાડેજા, રાજુ સોલંકી શા માટે તેમને જેલમાં ધકેલવા માંગે છે ?

August 1, 2024

Jayrajsinh Jadeja : સૌરાષ્ટ્ર એ જયરાજસિંહ જાડેજાનો ગઢ કહેવામાં આવે છે. વર્ષોથી ત્યાં જયરાજસિંહ અને તેના પરિવારનું જ શાસન ચાલી રહ્યું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા જયરાજસિંહ જાડેજા અત્યારે ભાજપમાં પોતાની સારી વગ ધરાવે છે. અત્યારે તેમના પત્ની ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે. પરંતુ જ્યારથી તેમના દીકરા ગણેશ ગોંડલ પર દલિત યુવકને માર મારવાના કેસ થયો છે ત્યારથી જાણે જયરાજસિંહ ક્યાંય એક્ટિવ હોય તેવું લાગી રહ્યું નથી. અને આ બધા વચ્ચે હવે દલિત સમાજ જયરાજસિંહની સામે મેદાને ઉતાર્યો છે. જયરાજસિંહના જામીન રદ્દ કરવા માટે રાજેશ સખિયા સહીત 4 લોકોએ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. હવે આ મામલે આગામી 13 ઓગસ્ટના સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગણેશ ગોંડલ કેસમાં કોર્ટની પરવાનગી બાદ આ કેસમાં કલમ 120(B)નો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે આ કલમ હેઠળ ગણેશ ગોંડલના પિતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ ફરિયાદમાં ઉમેરવા અને તેની ધરપકડ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને માંગ કરવામાં આવી હતી. જે માંગ હવે સ્વીકારવામાં આવી છે. રાજુ સોલંકીનું કહેવું છે કે, ગોંડલ કાંડમાં જયરાજસિંહને ખબરના હોય તે શક્ય નથી. તેના માણસો તેને પૂછ્યા વગર પાણી પણ નથી પિતા અને કોઈ વ્યક્તિને અપહરણ કરીને લઇ આવે અને તેને માર મારવામાં આવે જે જયરાજસિંહના કહેવાથી જ થયું હોય. જેથી આખું કાવતરું જયરાજસિંહના કહેવાથી ઘડવામાં આવ્યું છે.

જયરાજસિંહ જાડેજાની જો વાત કરવામાં આવે તો જયરાજસિંહ જાડેજાએ ગોંડલમાં 14 વર્ષ પહેલા નિલેશ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી… ત્યારે જયરાજસિંહ જાડેજા ગોંડલના ધારાસભ્ય હતા. અને તેમની સાથે કુલ 15 લોકો સામે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ગોંડલમાં નિલેશ રૈયાણી પર ફેબ્રુઆરી 2004 માં ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ પોલીસે જયરાજસિંહની ધરપકડ કરી હતી. ત્યારબાદ જયરાજસિંહને 2010 માં રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. જે આજીવન કેદની સજા સાંભળવામાં આવી હતી. ત્યારબાદ હાઇકોર્ટમાં આ સજાને પડકારવામાં આવી ત્યારૅ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પણ આજીવન કેદની સજા સંભળાવી હતી. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાંથી તેમને જામીન મળ્યા છે અને તે જેલ બહાર આવવા મળ્યું હતું. ત્યારે જયરાજસિંહની દબંગગિરીથી રાજુ સોલંકી પણ વાકેફ છે અને એટલા માટેજ તે જયરાજસિંહની પણ સંડોવણી હોવાનું કહી રહ્યા છે. અને તેનું નામ ફરિયાદમાં નાખવા માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોWayanad Landslide : રાહુલ ગાંધી અને પ્રિયંકા વાયનાડમાં ગ્રાઉન્ડ ઝીરો પહોંચ્યા, ભૂસ્ખલન પીડિતો સાથે પણ મુલાકાત કરી

Read More

Trending Video