Jayesh Radadiya : આપણે ત્યાં એક કહેવત છે કે મોરના ઈંડા ચીતરવા ના પડે. અને આ કહેવત ક્યાંક જયેશ રાદડિયા પર બંધ બેસે છે. કારણ કે જે રીતે વિઠ્ઠલ રાદડિયા સામાજિક ક્ષેત્રમાં આગળ હતા. લોકોની વચ્ચે રહી સમાજના કામ કરતા તે જ રીતે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ તેટલા જ આગળ રહે છે. પાટીદાર સમાજના લોકો માટે સતત ખાડે પગે રહેતા હોય છે. અને તેના જ કારણે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળે છે. આજે પાલનપુરમાં સમૂહલગ્નમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજરી આપી હતી અને પાટીદાર યુવક યુવતીને ખુબ સારી ટકોર કરી હતી.
આજે બનાસકાંઠાના પાલનપૂરમાં લેઉઆ પટેલ સમાજના સમૂહ લગ્નમાં આવેલા પૂર્વ ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. જેતપુર ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ સમાજના યુવાનો ને બાપ દાદા એ જાળવી રાખેલી જમીન સાચવી રાખવા ટકોર કરી હતી. જયેશ રાદડિયાએ દીકરીઓને ટકોર કરતા કહ્યું કે, “બાપે માથે પહેરેલી પાઘડી નીચી ના નમી જાય તે જોવાની જવાબદારી દીકરીની છે. આજના સમયમાં દીકરીઓએ એ વિચારવું જોઈએ કે તમે જે બાપના ઘરે જન્મ લીધો, જે લેઉવા પટેલ સમાજમાં જન્મ લીધો એનું અને ખાસ જે બાપે મહેનત કરી એ કદાચ પૈસા ના કમાયો હોય પણ તેણે નામ તો કમાયું છે. તો એ માન જાળવવાની જવાબદારી સમાજની દીકરીઓની છે. અને બાપ ક્યારેય દીકરીનું ખરાબ ન વિચારે.
અને લેઉવા પટેલ સમાજના દીકરાઓને ટકોર કરી છે કે, “આપણા બાપ દાદાની જમીન સાચવવાની જવાબદારી તમારી છે. એટલે કે આપણી આવનાર પેઢીની છે. એટલે કે આપણા સમાજના દીકરાઓની છે. બાપે કમાયેલી જમીનમાં એક વિઘો ના વધારો તો કંઈ વાંધો નહિ…પણ વિઘો ઓછો ન થાય તે જોવાની જવાબદારી તમારી છે.”