Jayesh Radadia : રાજકોટ સહકારી ક્ષેત્રને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક સામે હાઇકોર્ટમાં કરાયેલી અરજી પાછી ખેચી લેવામાં આવી છે. જયેશ રાદડિયાના હરીફ જુથ દ્રારા જિલ્લા બેંકમાં ગેરરિતીને લઇને અરજી કરવામાં આવી હતી. જો કે હવે હરીફ જુથ દ્રારા આ અરજી પાછી ખેંચાતા સહકારી જુથનું રાજકારણ ગરમાયું છે. આ અરજી પાછી ખેંચાતા સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાની વધુ એક જીત થઈ છે. પરંતુ અહિયા એ સવાલ છે કે તેના વિરોધીઓ કે હરીફે જયેશ રાદડિયા સાથે સમાધાન કર્યું કે પછી જયેશ રાદડિયા (Jayesh Radadia) સામે શરણાગતી સ્વીકારી તે મોટો સવાલ છે.
રાદડિયા (Jayesh Radadia)ના હરીફ જુથ નિતીન ઢાંકેચા, હરદેવસિંહ જાડેજા, પરષોતમ સાવલિયા સહિતના જુથે આ અરજી કરી હતી. વિધાનસભાની ચૂંટણી સમયે પણ જયેશ રાદડિયાને હરાવવા માટે આ હરીફ જુથે જિલ્લા બેંકની ગેરરિતી અંગે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ ફરી એકવાર આ હરીફ જૂથ સામે જયેશ રાદડિયાની જીત થઈ છે. આ હરીફ જુથે જિલ્લા સહકારી બેંકની ભરતીમાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત હાઈકોર્ટમાં કરી હતી. જે કેસ ઘણા સમયથી ચાલતો હતો. પરંતુ આખરે આ કેસ સંકેલાઈ ગયો છે. અને જયેશ રાદડિયાની જીત થઈ છે. આ પહેલા પણ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય થયો હતો. તેને લઈને પણ સહકારી ક્ષેત્રમાં રાજકારણ ગરમાયું હતું. જ્યારે તેના હરીફ બિપીન ગોતાને 66 મત મળ્યા જ્યારે કૉંગ્રેસને માત્ર એક પોતાનો જ મત મળ્યો હતો.
આ જંગ ભાજપ કોંગ્રેસ સામે નહીં પણ ભાજપની ભાજપ સામેની હતી. ભાજપે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યું હતુ. પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો.
આ પણ વાંચો : Alpesh Thakor : દિલ્હીમાં અલ્પેશ ઠાકોરની PM મોદી અને અમિત શાહ સાથે બેઠક, મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું