Jayanti Sardhara : પાટીદાર વિવાદમાં હવે જયંતિ સરધારાને સસ્પેન્ડ કરવા ઉઠી માંગ, મનોજ પનારાએ લગાવ્યા મોટા આક્ષેપ

November 30, 2024

Jayanti Sardhara : પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરધારા (Jayanti Sardhara) અને પીઆઈ સંજય પાદરિયા (PI Sanjay Padariya) વચ્ચેનો વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. જયંતિ સરધારાએ આરોપ લગાવ્યો છે કે, ખોડલધામના નરેશ પટેલના ઈશારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. પાટીદાર સમાજના અગ્રણી જયંતિ સરધારા પર હુમલો કરવા મામલે પીઆઈ સંજય પાદરિયા સામે ફરિયાદ નોંધાતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે જયંતી સરધારાની ફરિયાદને આધારે PI પાદરિયા સામે મોટી કાર્યવાહી કરવામા આવી છે. રાજ્ય પોલીસવડાની સૂચનાથી PI પાદરિયા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે આ મામલે રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. પહેલા ગઈકાલે દિનેશ બાંભણીયાએ જયંતિ સરધારા પર હુમલાને કાવતરું ગણાવ્યું હતું. જયારે આજે તેના પર જયંતિ સરધારાએ જવાબ આપ્યો હતો. પરંતુ હવે વધુ એક પાટીદાર આગેવાન મનોજ પનારા જયંતિ સરધારા વિરુદ્ધ મેદાને આવ્યા છે.

મનોજ પનારાએ જયંતિ સરધારા પર કર્યા મોટા આક્ષેપ

જયંતિ સરધારા પર હુમલા બાદ આ મામલો સતત ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પાટીદાર આગેવાન મનોજ પનારા હવે મેદાને આવ્યા છે. અને હાલ તેમનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમણે જયંતિ સરધારા પર આક્ષેપ કર્યા છે કે, તમારે ખરેખર શરમાવું જોઈએ કારણ કે તમે તમારો અહમ સંતોષવા માટે બે સંસ્થાઓને ખુબ મોટું નુકશાન પહોંચાડ્યું છે. સમાજમાં એક PI ઉભો કરવા કેટલો સમય અને સાંજને કેટલું યોગદાન આપવું પડે છે. તે વિચારો.

વધુમાં મનોજ પનારાએ કહ્યું કે, ખોડલધામ અને સરદારધામ જેવી સંસ્થાઓને માત્ર તમારો ઈગો સંતોષવા તમે આ બે સંસ્થાઓને કેટલું નુકશાન પહોંચાડ્યું તે વિચારજો. સાથે જ તમારા કારણે કેટલા લોકો હેરાન થઇ રહ્યા છે. તે તમને ખબર જ છે. જયંતીભાઈ ખબર છે કે એક નરેશ પટેલ માટે સમાજે એક આખી પેઢી રાહ જોવી પડે છે. ખોડલધામ જેવી સંસ્થાઓ ઉભી કરવા માટે કેટલા લોકોનું યોગદાન હોય, કેટલા લોકોના લોહી પરસેવા એક થાય ત્યારે ખોડલધામ અને સરદારધામ જેવી સંસ્થાઓ બનતી હોય છે. અને તમે તમારો સ્વાર્થ સંતોષવા આ બધાને મોટું નુકશાન પહોંચાડ્યું.

જયંતિ સરધારાને સસ્પેન્ડ કરવાની માંગ

મનોજ પનારાએ કડક શબ્દોમાં પાટીદારોને વિનંતી કરી છે. અને કહ્યું છે કે જયંતિ સરધારાનું પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી પદેથી સસ્પેન્ડ કરવા જોઈએ. એટલે જેનાથી બીજી વખત કોઈ આ પ્રકારે સમાજ અને સંસ્થાઓને નુકશાન પહોંચાડતા પહેલા 100 વખત વિચારે.

આ પણ વાંચોEknath Shinde : મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈને હલચલ તેજ, શિંદે આજે મોટો નિર્ણય લઈ શકે છે, શિવસેનાના નેતાએ આપ્યા સંકેત

Read More

Trending Video