Jawahar Chawda : ભાજપના દિગ્ગ્જ નેતા જવાહર ચાવડા (Jawahar Chawda) છેલ્લા કેટલાક સમયથી ભાજપ (BJP) પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તેમની આ નારાજગી કોઈથી છુપી નથી. લોકસભાની આખી ચૂંટણીમાં પણ જવાહર ચાવડા ગાયબ રહ્યા હતા તેઓ ભાજપના એક પણ કાર્યક્રમમાં દેખાયા ન હતા જેના કારણે તેમની આ નારાજગી ચર્ચાનો વિષય બની હતી ત્યારે જવાહર ચાવડા ઘર વાપસી કરે તેવી અટકળો પણ વહેતી થઈ હતી. ત્યારે હવે જવાહર ચાવડાની આ નારાજગી હવે દૂર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
જવાહર ચાવડાને અમિત શાહ અને સીઆર પાટીલનો પત્ર
તેમને જણાવી દઈએકે , ગત 20જુલાઈએ જવાહર ચાવડાનો જન્મ દિવસ હતો ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે તેમને જન્મદિવસની શુભેચ્છા આપતો પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યુ હતુ કે, વિતેલા વર્ષોમાં આપ ક્યારેય હતાશ થયા હશો અને ક્યાંય નિરાશ પણ થયા હશો જેને વિસરીને આપ જ્યારે નલા વર્ષમાં પ્રવેશી રહ્યા છો ત્યારે આપનું આવનારુ વર્ષ જીવનના તમામ ક્ષેત્રે ઉત્તરોતર પ્રગતિકારક નિવડે તેવી શુભેચ્છાઓ.
સી આર પાટીલે જવાહર ચાવડાને શું કહ્યું ?
આ સાથે સી આર પાટીલે પણ જવાહર ચાવડાને પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતુ કે્,આપનાં જન્મદિવસે આપને શુભેચ્છાઓ પાઠવતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું. ઈશ્વર આપને સુખ, સમૃદ્ધિ સાથે સ્વસ્થ દિર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું.
વર્ષનાં ત્રણસો ને પાંસઠ દિવસોમાંથી જન્મદિવસ ખૂબ વિશેષ હોય છે. આ દિવસ જીવનમાં નવી પળો, નવા દિવસોનો ઉમેરો કરી આપે છે. આપનાં જીવનનું આ નવું વર્ષ આપના માટે લાભકારી, કલ્યાણકારી નીવડે અને આપ આપનાં પરિવાર, સમાજ અને દેશ માટે સદાય ઉત્કૃષ્ટ કાર્યો થકી આપની સેવા પ્રદાન કરતા રહો અને ઉત્તરોત્તરો પ્રગતિનાં શિખરો સર કરતા રહો એવી શુભેચ્છાઓ.
જવાહર ચાવડાએ 12 દિવસ બાદ આપ્યો જવાબ
આમ અમિત શાહનો પત્ર જોવામાં આવે તો સાંકેતિક રીતે તેઓ જવાહર ચાવડાને વિતેલા વર્ષોમાં જે થયુ તેને ભુલવાની વાત કરી રહ્યા છે ત્યારે સીઆર પાટીલ અને અમિત શાહના આ પત્રનો જવાબ જવાહર ચાવડાએ આજે આપ્યો છે. જવાહર ચાવડાએ એક પોસ્ટ કરી છે જેમાં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને પોતાના જન્મ દિવસ પર શુભેચ્છા આપવા બદલ આભાર માન્યો છે. પરંતુ મહત્વની વાત તે છે કે, જવાહર ચાવડજાનો જન્મ દિવસ 20 જુલાઈએ હતો અને ત્યારે આ બંન્ને નેતાઓએ જવાહર ચાવડાને શુભેચ્છાઓ આપી હતી ત્યારે તેમણે આજે તેમની આ પોસ્ટ પર આભાર વ્યક્ત કર્યો છે. જો કે તેમને શુભેચ્છા આપ્યાના આટલા દિવસો પછી કેમ પોસ્ટ કરી તે પણ સવાલ થઈ રહ્યો છે.
જવાહર ચાવડાએ પોતાના એકાઉન્ટમાંથી ભાજપની પોસ્ટ ગાયબ કરી હતી
ઉલ્લેખનીય છે કે, માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જવાહર ચાવડા સામે ભાજપના જ ધારાસભ્યએ પક્ષવિરોધી પ્રવૃત્તી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જવાહર ચાવડા પર વ્યંગ કર્યા હતા.તેમણે કહ્યું હતું કે સિમ્બોલ લઇને ફરતા લોકોએ કામ કરવું જોઇએ. નામ પાછળ ભાજપ લગાવે તેમણે ભાજપનું કામ કરવું જોઇએ.જે બાદ જવાહર ચાવડાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ભાજપની પોસ્ટ ગાયબ કરી હતી. જવાહર ચાવડાના સોશિયલ મીડિયામાં અગાઉ કમળ છવાયેલું હતું.ત્યારે જવાહર ચાવડા કોંગ્રેસમાં વાપસી કરે ત તેવી અટકળો પણ વહેતી થઈ હતી ત્યારે પોતાના પર લાગેલા આરોપો બાદ જવાહર ચાવડાએ સાંસદ મનસુખ માંડવિયાને સંબોધીને ફેસબૂક પર એક પોસ્ટ પણ લખી હતી જેમાં તેમણેપોતાની ઓળખ અંગે જવાહર ચાવડાએ વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે માણાવદરમાં કરેલા કામોની પણ વાત કરી હતી. આમ ત જવાહર ચાવડાએ પોતાને ક્રાંતિકારી નેતા ગણાવ્યા હતા.