Jawahar Chavda : ભાજપના આંતરીક ડખાઓ હવે ઉડીને આંખે વળગી રહ્યા છે, જવાહર ચાવડાને દિનેશ ખટારીયાનો વળતો પ્રહાર

June 25, 2024

Jawahar Chavda : લોકસભાની ચૂંટણી (Loksabha Election)માં આ વખતે ભાજપના અંદરો અંદરના ડખા ચરમસીમાએ રહ્યા છે. ચૂંટણી વખતે ચર્ચા વહેતી થઇ હતી કે જવાહર ચાવડાએ કોંગ્રેસ (Congress)ને પાછલા બારણે મદદ કરી હતી.આ બાબતને લઇ મનસુખ માંડવીયાએ જવાહર ચાવડા (Jawahar Chavda)ને આડકતરી રીતે ટોણો પણ માર્યો હતો. ત્યારે જવાહર ચાવડાએ પણ મનસુખ માંડવીયાને સણસણતો જવાબ આપ્યો હતો. હવે આ મામલે જવાહર ચાવડાને ફરી એકવાર જૂનાગઢ ભાજપના પંચાયતના પૂર્વ અધ્યક્ષ દિનેશ ખટારીયા (Dinesh Khatariya) દ્વારા જવાહર ચાવડા (Jawahar Chavda) પર વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.

ભાજપમાં હવે અંદરો અંદરનો ડખો ઉડીને આંખે વળગી રહ્યો છે. પોરબંદર લોકસભા ચૂંટણીમાં મણાવદરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પાછળથી કોંગ્રેસને જીતાડવા માટે પ્રયાસ કર્યો છે. તે બાબતે ભાજપ હાઇકમાન્ડને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જે બાદ ભાજપનો આંતરિક વિખવાદ ઉભરીને બહાર આવ્યો હતો.

જવાહર ચાવડાને દિનેશ ખટારીયાનો વળતો પ્રહાર

હવે જવાહર ચાવડાને સણસણતો જવાબ આપતો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેમાં જૂનાગઢ ભાજપના પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા જવાહર ચાવડાને જવાબ આપ્યો છે. અને કહ્યું કે તમે કોંગ્રેસમાં શું શું કર્યું હતું એ પણ બધાને ખબર છે અને તમે ભાજપમાં આવીને શું શું કર્યું એ ખબર છે. જવાહરભાઈ તમને 2019 માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ભાજપમાં તમે ચૂંટણી જીતી કેબિનેટ મંત્રી પણ બનાયા. ત્યારે 2022 માં તમે જીતી શકો તેમ ન હતા ત્યારે ભાજપ હાઈકમાન્ડને લેટર લખીને કહેવામાં પણ આવ્યું કે, જવાહરભાઈને ટિકિટ આપશો તો આ વખતે માણાવદરમાં ભાજપ હારશે. પરંતુ ભાજપે તમારા પર ભરોસો રાખી ટિકિટ આપી અને આખરે એ સીટ હારવી પડી ત્યારે તમારી જો એટલી જ લોકપ્રિયતા હોય તો તમે તમારા દમ પર એકવાર અપક્ષ ચૂંટણી લડીને બતાવો ખબર પડી જશે.

આ પણ વાંચોGujarat Corruption Report : ગુજરાતમાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ, જુઓ ક્યાં વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટ અધિકારીઓ ?

Read More

Trending Video