Jasdan Rape Case : જસદણ કેસમાં આરોપી મધુ ટાઢાણીનો વીડિયો વાયરલ, ધરપકડ પહેલા વાયરલ કર્યો વીડિયો , જુઓ વીડિયો

August 3, 2024

Jasdan Rape Case : ગુજરાતમાં અત્યારે ભાજપ નેતાઓના ગુનાઓ સામે આવી રહ્યા છે. જસદણના આટકોટમાં આવેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીએ ભાજપ નેતાઓ સામે દુષ્કર્મ (Jasdan Rape Case)ના આરોપ લગાવ્યા છે. ત્યારે હવે આ કેસના મુખ્ય આરોપીમાંનો એક મધુ ટાઢાણી (Madhu Tadhani)ની ગઈકાલે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. તે પકડાય તો ગયો પરંતુ ધરપકડ પહેલા તેણે પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં આરોપી મધુ ટાઢાણી પોતાને નિર્દોષ કહી રહ્યો છે. અને સાથે જ તેને કહ્યું કે, “મારા પર જે કંઈ પણ આરોપ લગાવવામાં આવ્યા તે ખોટા છે. અને હું ભાગી ભાગીને થાકી ગયો છું. અમે અરજણભાઈના કહેવાથી ત્યાંથી ભાગી ગયા હતા. અમે એ છોકરી સાથે રેપ નથી કર્યું. મહેરબાની કરી મારા ઘરે કે મને ફોન કરીને આ બધી બાબતે પૂછો નહિ. જે કંઈ પણ સત્ય છે તે સામે આવી જશે.” વધુમાં તેને શું કહ્યું તે હવે આ વીડિયોમાં જોઈએ….

આ પણ વાંચોJasdan Case : જસદણ કેસના મુખ્ય આરોપી મધુ ટાઢાણીની ધરપકડ, છ દિવસે પોલીસને આરોપીને પકડવામાં મળી સફળતા

Read More

Trending Video