Jasdan Rape Case : દેશમાં એક તરફ સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ મહિલાઓ પર થતા અત્યાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા. તાજેતરમાં કોલકત્તામાં ટ્રેઈની મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની (Kolkata Doctor Death Case) ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે આ ઘટના મામલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીથી (Rahul Gandhi) લઈને પીએમ મોદીએ (PM Modi) પણ પ્રતિક્રિયા આપી છે ત્યારે આ ઘટનાને લઈને ગુજરાતના રાજકારણમાં (Gujarat politics) પણ ગરમાવો આવ્યો છે થોડા દિવસ પહેલા ગુજરાતમાં ભાજપની મહિલા મોરચાની બહેનોએ રેલી યોજીને પીડિતાને ન્યાયની માંગ કરી હતી હવે આ મામલે કોંગ્રેસનેતા નયનાબા જાડેજાએ જસદણ રેપ કેસને ટાંકીને ભાજપ મહિલા મોરચા પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે, બીજા રાજ્યની પીડીત મહિલા માટે તમે બોલો છો તો ગુજરાતમાં મહિલાઓ પર આવા અત્યાચાર થાય ત્યારે કેમ ભાજપની મહિલા નેતાઓ ચુપ રહે છે.
જસદણ કેસ મામલે નયનાબાના ભાજપ મહિલા નેતાઓ પર પ્રહાર
નયનાબાએ કહ્યું કે, સો ચુહે ખાકે બિલ્લી હજ કો ચલી એવી છે ભારતીય મહિલા મોરચા પાર્ટીની મહિલાઓ. બીજા રાજ્યમાં મહિલા સાથે દુષ્કર્મ થયું તે માટે ગળા ફાડી ફાડીને રેલીઓ કાઢે છે કેન્ડલ માર્ચ કરે છે. પણ રાજકોટના જ જસદણમાં આવેલ દીકરી સાથે અવાર નવાર દુષ્કર્મ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર મહિલા મોરચો ચુપ છે. કેમકે તેમાં ભાજપ નેતાની સંડોવણી છે એટલે તેમાં કઈ ન કહી શકાય અને સ્ટેટમાં બીજાની સરકાર છે ત્યારે તેમના પર પ્રહારો કરવા છે. પણ પોતાના જ ભાજપના નેતાઓ જ્યારે આવા કોઈ રેપમાં સામેલ છે ત્યારે કેમ નથી બોલતા ?
ત્યારે કેમ રેલી ન કાઢી ત્યારે કેમ કંઈ નબોલ્યા કેમ કોઈ મહિલા નેતાઓ આવીને સ્ટેટમેન્ટ ન આપ્યું , કેમ કોઈ મહિલા નેતાએ તેના માટે અવાજ ન ઉઠાવ્યો?,ઘડી ઘડી રંગ બદલો છે.
નયનાબાએ ભાજપની મહિલા નેતાઓને ગણાવી દોગલી
વધુમાં તેમણે કહ્યુ કે, એક નેતાએ તો સંવેદનની મોટી મોટી વાતો કરે છે કે, આ દુખ દ ઘટના છે ત્યારે બાજુમા હતુ ત્યારે કેમ કોઈ તેની ખબર લેવા ન ગયા અને પુછ્યું નહીં કેમ કોઈ એફઆઈઆર લેતું નથી તો અમે તમારી મદદ કરીશું. રાજકોટ અને જામનગર નજીક નજીક છે તો મહિલા મોરચાની નેતાઓને ગુજરાતમાં દિકરીઓ કંઈ મહત્વ નથી ધરાવતી. સુરતનો કિસ્સો હોય જેતપુરનો કિસ્સો હોય કે રાજકોટનો કિસ્સો કે ન હોય ત્યારે તમારી સંવંદના કેમ મરી જાય છે? આમ નયનાબાએ ભાજપની મહિલા મોરચાની મહિલાઓને દોગલી કહી હતી.
શું છે જસદણનો સમગ્ર કેસ
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ જસદણ માં એક કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (D B Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય (Girls Hostel)માં ભણતી વિદ્યાર્થિની સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ (Jasdan Rape Case) આચરવામાં આવતું હતું. આ મામલે પીડીતાએ ટ્રસ્ટી અરજણ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પીડીતાએ જણાવ્યુ હતુ કે, મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા દ્વારા ભરત બોઘરાની હોસ્પિટલમાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ હોસ્ટેલના ટ્રસ્ટી અર્જુનભાઈ રામાણીએજ્યારે આ યુવતી ફરિયાદ કરી ત્યારે તેમણે કહ્યુ કે, મને બધી ખબર છે તું કોઈને કહીશ નહીં.
આ પણ વાંચો : Jamnagar: બહેનોએ કેદી ભાઈઓને બાંધી રાખડી, જેલમાં ભાઈ બહેનના મિલનના લાગણીસભર દ્રશ્યો સર્જાયો