Jasdan Rape Case : જસદણમાં કન્યા છાત્રાલયમાં (Jasdan Girls Hostel) વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં (Gujarat) પડ્યા છે. આ ઘટનામાં ટ્રસ્ટી અરજણ રામાણી (Arjan Ramani), પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી (Madhu Tadhani), અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા (Paresh Radadia) સામે ફરિયાદ નોંધાવવામા આવી છે. આ ઘટનામાં ભાજપના (BJP) નેતાનું નામ સામે આવતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ (Congress) આ ઘટનાને લઈને ભાજપ પર સતત પ્રહાર કરી રહી છે અને પીડિતાને ન્યાય આપવા માટે માંગ કરી રહી છે ત્યારે હવે આ મામલે ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુંમર (Jenny Thummr)પણ આગળ આવ્યા છે. જેની ઠુંમરે આ મામલે મુખ્યમંત્રીને (CM Bhupendra patel) પત્ર લખ્યો છે જેમાં તેમણે શૈક્ષણિક સંકુલમાં મહિલા પર થતા અત્યાર બાબતે કડક કાર્યવાહી કરવામા આવે તેવી રજુઆત કરી છે.
જસદણ દુષ્કર્મ કેમ મામલે જેની ઠુંમરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
જેની ઠુંમરે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે કે, રાજકોટ જિલ્લાનાં આટકોટ ખાતે પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓ ઉપર તેમની મજબૂરીનો લાભ ઉઠાવી રાજકીય પદાધિકારીઓ સામાન્ય અને ગ્રામ્ય ગરીબ દીકરીઓનું શોષણ કરે છે. આવા બનાવો અનેક સંકુલોમાં બનતા બિનસત્તાવાર રીતે જાણવા મળે છે. આવી દિકરીઓ પોતાનું ભવિષ્ય અને આબરૂ જવાનાં ડર થી પોતાના ચારીત્ર ઉપર લાગેલો ડાગ છુપાવવાનાં પ્રયાસ કરે છે. આવી રાક્ષસી પ્રવૃતિ માનસ ધરાવતા લોકો તેની મજબુરીનો સતત ગેરલાભ લેતા હોય છે. ના છુટકે કોઈ મજબુત માનસ ધરાવતી દિકરી પોતાની પોતાના કુટુંબની અને ભવિષ્યની ચિંતા કર્યા વગર ભાગ્યેજ બહાર આવતી હોય છે અને જે બહાર આવે છે તેને રાજકીય સંડોવણીના ભાગરૂપે કોઇના કોઇ રીતે પ્રકરણ દબાવવા માટેનો પ્રયાસ થાય છે. ભવિષ્યની આવી બાબતમાં ‘બેટી બચાવ’ માટે નારા લગાવતી સરકારમાં આ ખુબજ ચિંતાનો વિષય બનતો જાય છે ખાસ કરીને અમારે મહિલાઓ માટે પણ ખુબજ ગંભીર સમસ્યા બનતી જાય છે.
અનેક મહિલાઓ ભોગ બની હોવાનો કર્યો ખુલાસો
આ સાથે તેમણે તેમ પણ જણાવ્યું છે કે, આટકોટ તો એકમાત્ર દાખલો છે પરંતુ એક મહિલા રાજકીય આગેવાન તરીકે મારી સમક્ષ ન બોલવાની શરતે ખાનગીમાં અનેક રજુઆતો આવતી રહે છે અને મારી પણ મજબુરી હોય છે ખાનગીમાં કરેલી રજુઆત ને તે મહિલાના ભવિષ્યને નુકશાન ન થાય તે રીતે તેમને મદદ કરવા માટેનો પ્રયાસો કરીએ છીએ પરંતુ નિરંથક જતા હોય છે. તેવા તમામ સંજોગોને ધ્યાને લઈ આટકોટ બનાવની ગંભીરતાપુર્વક તપાસ કરવા માટે તેમજ આવા બનાવો જે જગ્યાએ થોડા ઘણા પણ બહાર આવે ત્યાં ખાનગી રાહે ખુબજ ઊંડાણપુર્વક તપાસ કરી આવા તત્વોને કડકમાં કડક સજા કરવા માટે પત્રથી આપને રજુઆત કરી રહી છું આ બાબતે જરૂરી યોગ્ય આદેશો કરશો તેવી વિનંતી.
આ પણ વાંચો : પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી વિરુદ્ધ આક્ષેપો કરનાર કોંગ્રેસના બે નેતાઓ અને એક ભાજપના નેતા સામે વોરંટ, જાણો સમગ્ર મામલો