Jasdan Rape Case : થોડા દિવસ પહેલા જ રાજકોટના જસદણમાંથી એક દુષ્કર્મ (Jasdan Rape Case)ની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ભાજપ કનેક્શન સામે આવ્યું હતું. છાત્રાલયમાં વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ થયું તેમાં બે ભાજપ નેતાના નામ સામે આવ્યા છે. તેઓ બંને તો હજુ ભૂગર્ભમાં જ છે. પરંતુ હવે તેમણે આગોતરા જામીન અરજી કરી છે.
જસદણના આટકોટમાં માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (D B Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય (Girls Hostel)માં વિદ્યાર્થીની સાથે દુષકર્મની ઘટના સામે આવી હતી. જેમાં પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી આ બંને ભાજપ નેતાઓના નામ સામે આવ્યા છે. આ બંને પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી હજુ પણ ભૂગર્ભમાં જ છે. પોલીસ હજુ સુધી તેમને શોધી શકી નથી. ત્યારે તે બંનેએ હવે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જેના પર આગામી 5 ઓગસ્ટના સુનાવણી હાથ ધરવામાં આવશે.
જસદણ દુષ્કર્મ કેસમાં આરોપીઓ ભાજપ સાથે કનેક્શન ધરાવે છે. જેના કારણે જ કદાચ પોલીસના લાંબા હાથ જે ઈચ્છે તો આરોપીઓને પાતાળમાંથી પણ શોધવાની તાકાત ધરાવે છે. પરંતુ આ કેસમાં આરોપીઓ ભાજપના હોવાથી પહેલા તો દુષ્કર્મ પીડિતાની ફરિયાદ નોંધવામાં પણ આવી ન હોતી. પરંતુ બાદમાં ફરિયાદ તો નોંધાઈ ગઈ પણ આરોપીઓને સજા તો દૂરની વાત છે. પોલીસ તેમને શોધી પણ સકતી નથી. હવે આરોપીઓ આગોતરા જામીન માંગી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું પીડિતાને ન્યાય મળશે કે આરોપીઓને દેશનો કાયદો અને વ્યવસ્થા છાવરી લેશે.
શું છે સમગ્ર મામલો ?
જસદણમાં એક કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આ છોકરીને સૌ પ્રથમ આપણે દાદ આપવી પડે કે તે સામે આવી અને આવી ઘટનાઓ પર બોલી છે. હવે વાત એવી છે કે આ છોકરી જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (D B Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય (Girls Hostel)માં રહેતી હતી. પરંતુ ગયા વર્ષે આ વિદ્યાર્થિનીનો BCAનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો હતો. આ વિદ્યાર્થીની છાત્રાલયમાં રહીને છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરી રહી હતી. પરંતુ આ દીકરીને નહિ ખબર હોય કે તે જ્યાં વિદ્યા મેળવવા જાય છે ત્યાં તો શારીરિક શોષણનો ધંધો ચાલી રહ્યો છે.
છાત્રાલયમાં ભણતી આ વિદ્યાર્થિની સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ (Jasdan Rape Case) આચરવામાં આવતું હતું. પરંતુ તે ડરને કારણે અત્યાર સુધી કશું બોલી નહિ. પરંતુ જયારે આ વાત વધી ત્યારે તેણે હિમ્મત દાખવી અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી. આ ફરિયાદ તેણે એ જ છાત્રાલયના ટ્રસ્ટીઓ સામે કરી છે જે લોકો સમાજ સેવાના નામે આવા છાત્રાલય ચલાવતા હતા. આ ફરિયાદમાં ટ્રસ્ટી અરજણ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયાનું નામ લખાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Parimal Nathwani : ગુજરાતમાં જળસંગ્રહને લઈને સંસદમાં પરિમલ નથવાણીના સવાલ, રાજ્ય સરકારના પ્રતિનિધિએ આપ્યા જવાબ