Jasdan Kanya Chhatralay Case માં આવતીકાલે HCમાં દાખલ થશે પીટીશન, પીડિતાના વકીલે કરી છે CBI તપાસની માંગ

August 13, 2024

Jasdan Kanya Chhatralay Case : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકોટના જસદણ દુષ્કર્મ કેસ (Jasdan Kanya Chhatralay Case) ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં જસદણ (Jasdan)ના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં એક વિદ્યાર્થીની સાથે સતત પાંચ વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હતું. પરંતુ આ છોકરીએ જયારે છાત્રાલય છોડી દીધા પછી પણ તેની સાથે દુષ્કર્મ અને તેને હેરાન કરવાની ઘટના સતત બનતી રહી ત્યારે તેણે હિમ્મત કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હવે આ ઘટનાના મુખ્ય આરોપીઓમાંનો એક મધુ ટાઢાણી હાલ જેલમાં છે. જયારે વધુ એક આરોપી પરેશ રાદડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ કેસમાં હવે પીડિતાના વકીલ કોર્ટમાં પિટિશન ફાઈલ કરવાના છે. જેમાં આ કેસને લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે.

જસદણ કેસમાં પીડિતાના વકીલ સાથે નિર્ભય ન્યુઝની વાતચીત થઇ અને જેમાં તેમણે જણાવ્યું કે, આ દુષ્કર્મ કેસમાં હજુ સુધી આરોપી ફરાર છે જે બાદ હવે અમે આ મામલે પિટિશન દાખલ કરવાના છીએ. ત્યારે હવે આ મામલે પોલીસને આરોપીનું લોકેશન મળી રહ્યું નથી કે પછી પોલીસ આરોપી પરેશ રાદડિયા સુધી પહોંચવા નથી માંગતી તે પણ એક પ્રશ્ન છે. જેમાં આરોપી પરેશ રાદડીયાના ભાજપ કનેક્શનને કારણે તેને પકડવામાં આવી રહ્યો નથી.

વધુમાં પીડિતાના વકીલ આનંદ યાજ્ઞિકે કહ્યું કે, આ મામલાની તપાસ CBI ને સોંપવામાં આવે. સાથે જ પીડિતાને સુરક્ષા પુરી પાડવામાં આવે. અને પરેશ રાદડિયાએ આગોતરા જામીન અરજી કરી છે. પરંતુ તેના પર હજુ સુનાવણી હાથ ધરવામાં આવી નથી તો પોલીસ ઈચ્છે તો આરોપી પોલીસપકડથી દૂર રહી જ ન શકે. જેથી અહીં હાઇકોર્ટે પોલીસને પરેશ રાદડિયાને પકડવા આદેશ આપે. આ પ્રકારની કેટલીક માંગણીઓ સાથે અમે પિટિશન અરજી આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાવના છીએ.

આ પણ વાંચોGujarat Teachers : ગુજરાતમાં રહી રહીને જાગ્યું શિક્ષણ વિભાગ, રાજ્યના 134 ભૂતિયા શિક્ષકો પર બોલાવી તવાઈ

Read More

Trending Video