Jasdan Kanya Chhatralay Case : જસદણ કન્યા છાત્રાલય કેસ મામલે મોટા સમાચાર, આરોપી પરેશ રાદડિયાની ધરપકડ

September 5, 2024

Jasdan Kanya Chhatralay Case : જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં (D.B.Patel Girls Hostel) વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લગભગ 1 મહિનાથી વધુનો સમય વિતી ગયો છે. ત્યારે પોલીસ પકડથી દૂર પરેશ રાદડિયાને (Paresh Raddia) હવે પકડી લેવામાં આવ્યો છે. જો કે, સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પરેશ રાદડિયા (Paresh Raddia) પોતે જ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ગઈ કાલે રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા તેના આગોતરા જામીન ફગાવતા આજે તે પોલીસ સમક્ષ હાજર થયો હતો.

આગોતરા જામીન રદ થતા પરેશ રાદડિયા પોલીસ સમક્ષ હાજર

રાજકોટનાં (Rajkot) જસદણમાં આવેલ આટકોટ શિક્ષણ સંકુલમાં શર્મસાર કરતી ઘટના સામે આવી હતી. આટકોટની કન્યા છાત્રાલયની (Atkot’s girls’ hostel) પૂર્વ વિદ્યાર્થિનીએ છાત્રાલય આટકોટનાં ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામનાં પૂર્વ સરપંચ મધુ ટાઢાણી (Madhu Tadhani) વીરનગર ગામનાં જિલ્લા પંચાયતનાં સદસ્યનાં પતિ અને આટકોટ કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી પરેશ રાદડિયા (Paresh Radadiya) સહિત કુલ 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે આ કેસમાં ભાજપના નેતાનું નામ સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે આ મામલે મધુ ટાઢાણીની પોલીસે પહેલા જ ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામા આવ્યો હતો. અને  આરોપી પરેશ રાદડિયાએ  ધરપકડ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.ત્યારે ગઈ કાલે સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી ત્યારે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આગોતરા જામીન રદ થતા હવે પરેશ રાદડિયા જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરાતા હવે તેને કોર્ટમા રજુ કરાવામા આવશે અને પોલીસ દ્વારા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. અને પોલીસ આ કેસમાં ચાર્જશીટ રજુ કરશે. ત્યારે આ કેસમાં આગળ શું થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો :  TET TAT Candidate Protest: શિક્ષક દિનના દિવસે ભાવી શિક્ષકોનું ઉગ્ર આંદોલન, વિરોધ કરી રહેલા ઉમેદવારોની કરાઈ અટકાયત

Read More

Trending Video