Jasdan Kanya Chhatralay Case : દેશમાં અત્યારે કોલકાતા દુષ્કર્મ કેસની ખુબ જ ચર્ચા છે. દરેક વ્યક્તિ તેનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ ગુજરાતના જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે સતત 5 વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે આ કેસમાં FIR પણ વકીલના વચ્ચે આવ્યા બાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કેસમા FIRમાં જેમના નામ છે તેઓ BJP સાથે જોડાયેલા છે. એટલે કે તેઓ ભાજપના કાર્યકરો છે. ત્રણ વ્યક્તિના નામ આ FIRમાં છે. જેમાં મુખ્ય આરોપીમાંનાં એક મધુ ટાઢાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ હજુ પરેશ રાદડિયા અને અરજણ રામાણીની પણ ધરપકડ કરવામાં આવી નથી. જેના કારણે હવે પીડિતાના પરિવારમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે પીડિતાના પરિવારજનો મંત્રી કુંવરજી બાવળિયાને આવેદન પાઠવવા પહોંચ્યા હતા.
આટકોટ કન્યા છાત્રાલય દુષ્કર્મ મામલે પીડીતાના પિતા અને પરીવારના સભ્યો અને જસદણ પાટીદારના આગેવાનોએ ન્યાય મેળવવા માટે આજે જસદણના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને આવેદનપત્ર પાઠવ્યુ હતું. આવેદનપત્ર સાથે FIRની કોપી જોડી અને આવેદનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી બળાત્કારીની ન હોવી જોઈએ. અને આરોપી પરેશ રાદડીયાની એક મહિના ઉપરનો સમય થયો છતા હજી પોલીસે અટક કરી નથી.
વધુમાં પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે, કન્યા છાત્રાલયના ટ્રસ્ટી અરજણ રામાણીની પણ પોલીસે હજી પુછપરછ કરી નથી. અન્ય એક આરોપી છે જે મધુ ટાઢાણી સાથે સુરત ગયો હતો. અને પીડીતા સાથે બળજબરી કરી હતી. એ સમય સાથે હતો તેની અટક કરી નથી. સાથે જ પીડીતાના પરીવારના સભ્યોએ કહ્યુ, દુષ્કર્મના આરોપીઓ સાથે કોઈ દિવસ સમાધાન નહિ કરે અનેક લોકો સમાધાન માટે આવે છે. અને પૈસાથી માંડીને તમામ પ્રકારની ઓફરો કરે છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને આવેદનપત્ર આપતાની સાથે જ સૌરાષ્ટ્રના રાજકારણમાં દુષ્કર્મનો મામલો વધુ ચર્ચિત થઇ રહ્યો છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલે શું નવા ખુલાસાઓ થાય છે.
આ પણ વાંચો : Vadodara Flood : વડોદરામાં કોંગ્રેસ સમિતિ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, શહેરમાં પૂર્ણ કારણે થયેલ નુકશાનીમાં વળતર ચૂકવવા માંગ