Jasdan Kanya Chhatralay Case : જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં (D.B.Patel Girls Hostel) વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લગભગ 1 મહિનાથી વધુનો સમય વિતી ગયો છે. ત્યારે પોલીસ પકડથી દૂર પરેશ રાદડિયાની (Paresh Raddia) ગઈ કાલે ધરપકડ કરવામા આવી હતી. તેની ધરપકડ બાદ આજે તેને જસદણ કોર્ટમાં રુ કરવામા આવ્યો હતો જ્યા પોલીસે તેના 5 દિવસના રીમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટે તેના 3 રિમાન્ડ મંજુર કર્યા છે.
પરેશ રાદડિયાના રીમાન્ડ મંજૂર
જસદણના આટકોટમાં કન્યા છાત્રાલયમાં ભાજપના 2 કદાવર નેતા ઉપર પૂર્વ વિદ્યાર્થીનીએ દુષ્કર્મ ની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશન માં 25 જુલાઈના રોજ નોંધાવી હતી આ કેસમાં મધુ ટાઢાણીની પોલીસે પહેલા જ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ત્યારે સવા મહિનાથી પોલીસ પકડથી દુર રહેલ પરેશ રાદડીયા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જો કે, રાજકોટ સેશન્સ કોર્ટે જામીન અરજી ના મંજૂર કરી હતી ત્યારે જામીન અરજી ના મંજૂર થતા પરેશ રાદડીયા ગુરૂવારના રોજ આટકોટ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થયો હતો ત્યાર બાદ આટકોટ પોલીસે આજે બપોર ના ત્રણ વાગે પરેશ રાદડીયાને જસદણ કોર્ટમાં રજુ કર્યો હતો અને આટકોટ પોલીસે 5 દિવસના રીમાન્ડ માંગ્યા હતા જ્યારે કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જસદણ નામદાર કોર્ટે પરેશ રાદડીયાના સોમવાર 11 વાગ્યા સુધીના પુછપરછના રીમાન્ડ મંજૂર કર્યા છે.
પરેશ રાદડિયા ત્રણ દિવસ આટકોટની જેલમાં રહેશે
મહત્વનું છે કે, આ કેસના આરોપી મધુ ટાઢાણીને અગાઉ 2 દિવસના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા હતા જે બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડિમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારે આજે પરેશ રાદડિયાના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામા આવ્યા છે.આ ત્રણ દિવસ પરેશ રાદડિયા આટકોટની જેલમાં રહેશે આ દરિયાન પોલીસ તેની પૂછપરછ કરશે અને આ કેસમાં પરેશ રાદડિયાની શું ભૂમિકા છે તેની તપાસ કરશે જે બાદ પોલીસ ચાર્જશીટ રજુ કરશે ત્યારે આ કેસમાં પોલીસ યોગ્ય તપાસ અને પરેશ રાદડિયાની પૂછપરછ કરે છે કેમ તે જોવું રહ્યું…
આ પણ વાંચો : Kolkata: સંદીપ ઘોષને SC તરફથી મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે CBI તપાસને પડકારતી અરજી ફગાવી