Jasdan Kanya Chhatralay : જસદણમાં કન્યા છાત્રાલયમાં ઘટના બાદ યોજાઈ ચિંતન શિબિર, ટ્રસ્ટીઓએ ઘટના મામલે કંઈ પણ બોલવાનો કર્યો ઈન્કાર

August 3, 2024

Jasdan Kanya Chhatralay : ગુજરાત અત્યારે ભાજપના નેતાઓના ગુનાઓનું હબ બન્યું છે. છેલ્લા કેટલાક દિવસથી જસદણ દુષ્કર્મ કેસ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈકાલે આ કેસના મુખ્ય આરોપીમાના એક મધુ ટાઢાણીની ધરપકડ કરવામાં આવી હતી. આજે જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલય (Jasdan Kanya Chhatralay)માં આ મામલે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખુબ મોટા માથા કહી શકાય લોકોએ આ શિબિરમાં હાજરી આપી હતી.

જસદણની કન્યા છાત્રાલય (Jasdan Kanya Chhatralay)ના ટ્રસ્ટી અને ભાજપ નેતાઓ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ આજે સમગ્ર ટ્રસ્ટી મંડળ પટેલ સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. હવે આ મામલે આ બેઠકમાં દુષ્કર્મની ઘટના મામલે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ બેઠક પૂર્ણ થયા બાદ જયારે ટ્રસ્ટીઓ અને ખાસ તો ભાજપ અને પટેલ સમાજના આગેવાન ભરત બોઘરા (Bharat Boghra)ને આ મામલે પુછવામા આવ્યું ત્યારે તેમને જે કહ્યું તે એક ચર્ચાનો વિષય છે.

ભાજપ નેતા ભરત બોઘરાએ આ મામલે શું કહ્યું ?

ભાજપ (BJP Gujarat) નેતા ભરત બોઘરા (Bharat Boghra)એ આ મામલે કહ્યું કે, જે કંઈ પણ ઘટના બની છે તે પોલીસ તપાસનો વિષય છે. અહીં કોઈ આ મામલે કશું જાણતું નથી. સાથે જ તેમણે કહ્યું કે, કેડીપી હોસ્પિટલમાં એ છોકરી સાથે દુષ્કૃત્ય થયું તે વાત ખોટી છે. ત્યાં હજારો લોકો સારવાર લઇ રહ્યા છે. તેમાં આ પ્રકારના કૃત્ય બની જ ના શકે. ત્યારે આ સાહેબને તો હવે એક દીકરીની આબરૂ કરતા તો પોતાની હોસ્પિટલની સાખ બચાવવામાં વધારે રસ છે.

હવે આ સમગ્ર મામલે ભરત બોઘરા સહીત અન્ય ટ્રસ્ટીઓ આ મામલે મગનું નામ મારી પાડવા તૈયાર નથી. બસ આ મામલો પોલીસ તપાસનો વિષય છે જે કંઈ પણ હશે તે સામે આવી જશે. હવે આ બધા તો એક જ રાગ આલાપે છે. અને ભરત બોઘરાને તો પોતાની હોસ્પિટલ બચાવવાની પડી છે. ત્યારે હવે શું આ અત્યારે ચાલતી ચર્ચાઓ કે આ કન્યા છાત્રાલય (Jasdan Kanya Chhatralay)માં શારીરિક શોષણના નામે ગોરખધંધાઓ ચાલે છે શું તે સત્ય છે ? અને શું આ દુષ્કર્મ પીડિતાને ન્યાય મળશે કે નહિ તે જોવાનું રહ્યું.

 

આ પણ વાંચોJunagadh Raju Solanki : ગણેશ ગોંડલ કેસના પીડિત દલિત યુવક સામે ગુનો દાખલ, સંજય સોલંકી અને રાજુ સોલંકી સહીત 3ની અટકાયત

 

Read More

Trending Video