Jasdan દુષ્કર્મના આરોપીને પોલીસના ફાયરિંગ બાદ થયું ભાન, માફી માંગીને કહ્યું, “હવે ક્યારેય ગુજરાત આવીશ નહિ કે ગુજરાત તરફ જોઇશ નહિ”

December 11, 2025

Jasdan : રાજકોટના આટકોટ નજીક કાનપર ગામમાં અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી. ખેતમજૂરની વાડીમાં રમતી 6 વર્ષની માસૂમ બાળકીને નજીકની ઝાડીમાં ખેંચી નરાધમે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બાળકીએ તેનો વિરોધ કર્યો ત્યારે તેના ગુપ્તાંગમાં રોડ નાખી દીધી હતી. જેના કારણે બાળકીની હાલત ખુબ જ ગંભીર હતી. આરોપી પોતે 3 સંતાનોનો પિતા હોવા છતાં નાની બાળકી પર દયા ના ખાધી. ગઈકાલે આરોપીએ ધારિયા વડે બાળકી પર હુમલો કર્યો હતો. અને જે બાદ પોલીસે પણ તેના પર સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પોલીસે ઘટનાઓની વધુ માહિતી એકત્ર કરવા માટે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. પોલીસ આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ તે દરમિયાન આરોપીએ લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે સ્વ બચાવમાં આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપીને બંને પગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક આટકોટની કેડીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આરોપીને ગોળી વાગ્યા બાદ શું કહ્યું ?

આ સમગ્ર મામલે ગઈકાલે આરોપીને ગોળી વાગી તે બાદ તેણે રડતા રડતા માફી માગતાં કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ, બીજી વખત આવી ભૂલ ક્યારેય નહિ કરું, મને માફ કરો ગુજરાત તરફ ક્યારેય આવીશ પણ નહિ અને જોઇશ પણ નહીં.

આ પણ વાંચોGoa Night Club Incident : ભારત છોડીને ભાગ્યા હતા 25 લોકોના મોતના આરોપીઓ, થાઈલૅન્ડથી કરવામાં આવી લુથરા બંધુઓની અટકાયત

Read More

Trending Video