Jasdan Girls Hostel RapeCase : જસદણના (Jasdan) આટકોટમાં (Atkot) કન્યા છાત્રાલયમાં (Girls Hostel) પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મામલે જસદણની કન્યા છાત્રાલય (Jasdan Kanya Chhatralay)ના ટ્રસ્ટી અને ભાજપ નેતાઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ રાજકારણ તેજ બન્યું છે. આ ઘટનાના તાર ભાજપ (BJP Gujarat) નેતા સુધી પહોંચતા હવે રાજકોટ ભાજપમાં (Rajkot BJP) નેતાઓ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા ભરત બોઘરાએ (Bharat Boghra) શિબિર યોજી આ મામલે ચર્ચા કરી હોવાનું કહેવાય છે ત્યારે આજે આ ઘટના મામલે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાને (Alpesh Dholriya) પુછવામાં આવ્યું ત્યારે તેમણે પણ એવું કહ્યું કે, જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરી શકાય.
જસદણ કન્યા છાત્રાલય દુષ્કર્મ મામલે ભાજપના નેતાને બચાવવાનો પ્રયાસ ?
જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (D B Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલયના (Girls Hostel) ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં યુવતીએ એવો આરોપ લાગવ્યો છે કે, મધુ ટાઢાણી અને પરેશ રાદડિયાએ દુષ્કર્મ ભાજપના પ્રદેક્ષ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની કે.ડી.પી. હોસ્પિટલમાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે પોતાની હોસ્પિટલનું નામ આવતા ભરત બોઘરા દ્વારા બે દિવસ પહેલા જ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખુબ મોટા માથા કહી શકાય લોકોએ આ શિબિરમાં હાજરી આપી હતી.આ બેઠકમાં દુષ્કર્મની ઘટના મામલે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ આ બેઠક પૂર્ણ થયા બાદ જયારે ટ્રસ્ટીઓ અને ખાસ તો ભાજપ અને પટેલ સમાજના આગેવાન ભરત બોઘરા (Bharat Boghra)ને આ મામલે પુછવામા આવ્યું ત્યારે તેમને જે કહ્યું તે એક ચર્ચાનો વિષય છે.
જસદણ કન્યા છાત્રાલય દુષ્કર્મ મામલે અલ્પેશ ઢોલરીયાનું નિવેદન
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ કહ્યું કે, ભાજપના નેતા પર આક્ષેપ છે. જે રીતે તેમની પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે રીતે તેમની પર કાર્યવાહી કરવામા આવી છે. પોલીસ અતાયરે તપાસ કરી રહી છે તપાસને અંગે ગુનેગાર હશે તેને તો તેના પર પાર્ટી તેની રીતે એક્શન લેશે અને પાર્ટી તેની રીતે એક્શન લેશે, ભાજપ કોઈ ગુનેગાર હોય તેની પર એક્શન લેવામાં રોક લેતા નથી. અત્યારે એફ આઈ આર દાખલ થઈ છે. હવે આખો વિષય પોલીસ તપાસનો છે. જો તપાસની અંતે ગુનેગાર હશે તો તેની રીતે એકશન લેશે. ગુનેગાર નહીં હોય તો તેવી રીતે એક્શન લેવામાં આવશે.
ભાજપ નેતાઓ પર કાર્યવાહી કરવા અંગે અલ્પેશ ઢોલરીયાએ શું કહ્યું ?
પરેશ રાદડિયા પર લાગેલા આક્ષેપ પર તેમણે કહ્યુ કે, આક્ષેપ તો લોકશાહીમાં ગમે તેની પર થાય. જિલ્લા પંચાયતના ચેરમેનના પતિ હોય તો તેની પર થાય તવું ન હોય . એફ આઈ આર પણ ગમે તેની પર થાય પણ હાચી વાત ત્યારે આવે જ્યારે પોલીસના ગુનામાં તે ગુનેગાર હોય ત્યારે, એટલે પોલીસ તેની રીતે તપાસ કરે છે એટલે જો ગુનેગાર હશે તો તપાસના અંતે તેને છેડવામાં આવશે નહીં. પક્ષ તરફથી અત્યારે કાર્યવાહી ન થાય. કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠેરવાય પછી જ કાર્યવાહી કરવામાં આવશે.
શું પીડિતાને ન્યાય મળશે ?
મહત્વનું છે કે, અત્યાર સુધી અનેક એવા કૌભાંડો સામે આવ્યા છે જેમાં ભાજપના નેતાઓની સંડોવણી ખુલી છે પરંતુ આપણે જોયું કે, નામ સામે આવ્યા બાદ પણ તેમની સામે કાર્યવાહી થતી નથી. સરકાર દ્વારા કોઈને રીતે આરોપીઓને બચાવવાનો પ્રયાસ થતો હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે હવે ભાજપ દ્વારા દુષ્કર્મના આરોપીઓને પણ છાવરી રહી હોય તો તે ખુબ શરમની વાત કહેવાય. હવે આ મામલે ભાજપના નેતાઓ કંઈ વધારે બોલવા તૈયાર નથી બસ એટલું રટણ કરી રહ્યા છે કે, પોલીસ તપાસ કરી રહી છે જો ગુનો સાબિત થશે તો કાર્યવાહી કરવામા આવશે, પરંતુ કેટલાક નેતાઓ દ્વારા આ ગુનેગારોને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવવામા આવી રહ્યુ છે ત્યારે શું આ કેસમાં આરોપીઓને સજા થશે કે પછી અન્ય કેસની જેમ આમાં પણ ભાજપના નેતાઓને બચાવી લેવામાં આવે છે તે જોવું રહ્યું…
આ પણ વાંચો : Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસાદ નોંધાયો