Jasdan Case : ગુજરાતમાં અત્યારે ભાજપ નેતાઓના ગુનાઓ સામે આવી રહ્યા છે. જસદણના આટકોટમાં આવેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીએ ભાજપ નેતાઓ સામે દુષ્કર્મના આરોપ લગાવ્યા છે. ત્યારે હવે આ કેસના મુખ્ય આરોપીમાંનો એક મધુ ટાઢાણીની ગઈકાલે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. ત્યારે આજે તેને જસદણની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેક અપ માટે લઇ જવામાં આવ્યો હતો. જે બાદ આટકોટ પોલીસના જાપ્તામાં મધુ ટાઢાણી જસદણની સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ પૂર્ણ કર્યા બાદ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો. આટકોટ પોલીસ મધુ ટાઢાણીને સાંજે જસદણ કોર્ટમાં રજુ કરશે. અને પોલીસ તપાસમાં પૂછપરછ માટે કોર્ટમાં રિમાન્ડની અરજી કરશે.