Jasdan Case : જસદણ કેસના મુખ્ય આરોપી મધુ ટાઢાણીની ધરપકડ, છ દિવસે પોલીસને આરોપીને પકડવામાં મળી સફળતા

August 2, 2024

Jasdan Case : આવતીકાલે જસદણ (Jasdan Case)માં આવતીકાલે ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની છાત્રાલય ખાતે પાટીદાર સમાજ (Patidar Samaj)ની એક મિટિંગ યોજાવાની છે. જે પહેલા અત્યારે જસદણ કેસના ફરાર આરોપી મધુ ટાઢાણી (Madhu Tadhani)ની તેના જસદણ ખાતે આવેલા ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાયાના છ દિવસ બાદ આ મધુ ટાઢાણીને પકડવામાં સફળતા મળી છે. આ કેસનો મુખ્ય આરોપી પરેશ રાદડિયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે આ સમગ્ર મામલે તેને આવતીકાલની મિટિંગ પહેલા ધરપકડ કરવામાં આવતા આ બાબતે ચર્ચાઓનું જોર પકડ્યું છે.

જસદણ (Jasdan Case)માં એક કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. હવે વાત એવી છે કે આ છોકરી જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (D B Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય (Girls Hostel)માં રહેતી હતી. છાત્રાલયમાં ભણતી આ વિદ્યાર્થિની સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ (Jasdan Rape Case) આચરવામાં આવતું હતું. આ ફરિયાદ તેણે એ જ છાત્રાલયના ટ્રસ્ટીઓ સામે કરી છે જે લોકો સમાજ સેવાના નામે આવા છાત્રાલય ચલાવતા હતા. આ ફરિયાદમાં ટ્રસ્ટી અરજણ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયાનું નામ લખાવવામાં આવ્યું હતું. જેમાંથી મધુ ટાઢાણીની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. અને પરેશ રાદડિયા હજુ પણ ફરાર છે. જેનું લાસ્ટ મોબાઈલ લોકેશન મહારાષ્ટ્ર હતું તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચોGujarat : હવે રાજ્યના ભ્રષ્ટાચારી બાબુઓ પર ગાળિયો કસાશે, 50 વર્ષથી ઉપરના અધિકારીઓને વયનિવૃત્ત કરવામાં આવશે

Read More

Trending Video