Jasdan ના આટકોટમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, આરોપીએ ગુપ્તાંગમાં સળીયો ઘુસાડી હેવાનિયત આચરી, એકની ધરપકડ

December 9, 2025

Jasdan : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. એક તરફ સરકાર મહિલા સુરક્ષા અને બેટી બચાઓ બેટી પઢાઓની વાતો કરે છે. અને બીજી તરફ મહિલાઓ તો ખુબ દૂરની વાત છે, ગુજરાતમાં તો નાની બાળકીઓ પણ સુરક્ષિત નથી. થોડા દિવસ પહેલા આપણા મહિલા મંત્રીએ રાહુલ ગાંધીને જવાબ આપતા એક ટ્વીટ કરી હતી. અને ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો કરી હતી. આજે ફરી એક વાર નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મના પ્રયાસ જેવી ગંભીર ઘટના સામે આવી છે અને હેવાનિયત ભર્યા કૃત્યનો મામલો સામે આવતા સુરક્ષિત ગુજરાતની વાસ્તવિકતા કદાચ હવે છતી થઇ ગઈ છે.

જસદણના આટકોટમાં શ્રમિક પરિવારની માત્ર છ વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ થતા ગુનો નોંધી અને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સાથે જ આ બાળકીની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, આટકોટ પોલીસ મથક હેઠળના એક ગામ નજીક વાડીમાં દાહોદ પંથકનો એક શ્રમિક પરિવાર ખેતમજૂરી કરે છે. 4 ડિસેમ્બરે પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેમની છ વર્ષ અને આઠ માસની બાળકી ત્યાં રમી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું, જેના કારણે બાળકી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો.

આ ઘટના અંગે આટકોટ પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે પોક્સો અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર 19 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોGandhinagar માં પાટીદારો અને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઈ, લગ્ન નોંધણી રેકેટ મામલે ફરિયાદ અને EWS મામલે કરી રજૂઆત

Read More

Trending Video