Japan Typhoon: ખતરનાક શાનશાન વાવાઝોડાએ મચાવી તબાહી, 5ના મોત 100થી વધુ ઘાયલ

August 30, 2024

Japan Typhoon: ખતરનાક ટાયફૂન શાનશાને જાપાનમાં તબાહી મચાવી છે. ગુરુવારથી જાપાનના દક્ષિણી ક્ષેત્રમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે 5 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર પ્રશાસને લોકોને ઉચ્ચ સ્થાનો પર જવાની અપીલ કરી છે. સ્થિતિ એવી છે કે ભૂસ્ખલન અને પૂરનું જોખમ વધી ગયું છે. ટાયફૂન શાનશાન ગુરુવારે 252 કિલોમીટર (157 માઇલ પ્રતિ કલાક)ની ઝડપે પવન સાથે જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુ પર લેન્ડફોલ કર્યું હતું. શાનશાન આ વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન છે. આ સાથે, તે 1960 પછી જાપાનમાં ત્રાટકનાર સૌથી શક્તિશાળી ટાયફૂન બની ગયું છે.

સ્થાનિક સમય મુજબ સાંજે 5 વાગ્યા સુધીમાં તોફાન શમી ગયું હતું. આ દરમિયાન 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે સમગ્ર ક્યૂશુમાં ભારે વરસાદ થયો હતો અને બાદમાં વાવાઝોડું હોન્શુ ટાપુ તરફ આગળ વધ્યું હતું.

મળતી માહિતી અનુસાર વાવાઝોડાને કારણે 5 લોકોના મોત થયા છે. ટોકુશિમામાં એક બે માળની ઈમારત ધરાશાયી થવાના સમાચાર છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે આફતની શક્યતા વધી ગઈ છે. ટાયફૂન શાનશનના આગમન પહેલા જ ગુરુવારે અચીમાં ભૂસ્ખલન થયું હતું જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. આઇચી ક્યૂશુથી 1 હજાર કિલોમીટરના અંતરે આવેલું છે.

હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

પ્રશાસને જાપાનના (Japan Typhoon) વિવિધ ભાગોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. 50 લાખ લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપવામાં આવી છે. જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ક્યુશુમાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, મિયાઝાકીમાં 200 થી વધુ ઇમારતોને નુકસાન થયું છે અને 25 થી વધુ ઘાયલ થયા છે. ટોર્નેડોમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાક દરમિયાન મિસાટો શહેરમાં 791.5 મિલીમીટર (31 ઇંચ) વરસાદ નોંધાયો છે. ક્યુશુમાં વીજળી વિભાગે માહિતી આપી છે કે 1.87 લાખથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો છે.

આ પણ વાંચો: Cyclone Asna: ગુજરાતમાં વરસાદ અને પૂરનું કારણ બન્યુ ‘અવડાબ’ , પાકિસ્તાનમાં ચક્રવાત ‘આસ્ના’માં બદલાયું

Read More

Trending Video