Jamnagar News : દેશભરમાં આજે દશેરાનાં પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાના તહેવારની ઉજવણી મોટાભાગના લોકો માટે ફાફડા જલેબી ખાધા વગર પૂરી થતી નથી. આ વખતે ફાફડા , જલેબી ખાવા માટે લોકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફાફડા અને જલેબીના ભાવ આસમાને હોવા છતા લોકો તેને ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. આજે વહેલી સવારથી દુકાનો પર લાંબી કતારો જોવા મળી રહી છે.
ફાફડા-જલેબી ખરીદવા માટે લાઈનો લાગી
આજે દશેરાના પર્વ પર રાજ્યમાં ફાફડા-જલેબી ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘા વહેંચાઈ રહ્યા છે. આજે વહેલી સવારથી જ લોકો ફાફડા-જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યાં છે. ત્યારે જામનગરમાં પણ ફાફડા જલેબી માટે મીઠાઈની દુકાને લાંબી લાઈનો લાગી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનોની સાથે સાથે રસ્તાઓ પર પણ ફાફડા જલેબીના સ્ટોલ ઉભા થઈ ગયા છે.
ભાવમાં વધારો
આજે વિજયાદશમી પર્વ પર આ વખતે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શુદ્ધ ઘીની જલેબીનો ભાવ રૂ.500 અને ફાફડાનો ભાવ રૂ.400 એ પહોંચ્યો છે. આજે ડ્રાયફ્રુટ કરતા પણ ફાફડા જલેબી મોંઘા થઈ ગયા છે.
ધારીની મીઠાઈની માંગ વધી
જામનગરની બજારમાં આ વખતે ધારીની મીઠાઈની ખુબ માગ જોવા મળી રહી છે. વિજયા દશમી નિમિતે લોકો મીઠાઈની ખરીદી કરી રહ્યા છે. શહેરમાં હાર્ટએટેકના કિસ્સા વધ્યા છતાં લોકો મીઠાઈની ખરીદી કરી રહ્યા છે.