Jamnagar Janmashtami Mela: જામનગર (Jamnagar) મનપા દ્વારા શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે. ત્યારે 20 તારીખે શરુ થયેલ શ્રાવણી મનોરંજન મેળો આજે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો છે. મેળો ખુલ્લો મુક્યા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, મેયર સહીતના પદાધિકારીઓ રાઈડ્સની મજા લીધી હતી.
મેળો ખુલ્લો મુકાયા બાદ પણ કેટલીક રાઈડ્સ બંધ
મહત્વનું છે કે, આ વખતે મનોરંજનની રાઈડ્સના લાયસનની પ્રક્રિયામાં વિલંબ થતા મેળાનુ ઉદ્ધાટન મોડુ થયુ છે. મેળો શરુ થયા પહેલા જ અનેક વિવાદોમાં ચકડોળમાં ફસાયો હતો. જેના કારણે હવે મેળો ખુલ્લો મુકાયા બાદ પણ કેટલીક રાઈડ્સ બંધ છે. જેમાં મોતના કુવાનો ખેલ મેળા નહી જોવા મળે.
MLA રિવાબા જાડેજા, મેયર સહીતના પદાધિકારીઓ રાઈડ્સની મજા લીધી
આ લોકમેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, મેયર સહીતના પદાધિકારીઓ રાઈડ્સની મજા લીધી. જો કે, મેળો ખુલ્લો મુકાયા બાદ પણ કેટલીક રાઈડ્સ બંધ જ રહેશે . મોતના કુવાનો ખેલ મેળા નહી જોવા મળે.