Jamnagar માં કોલેરાના 6 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું

July 3, 2024

Jamnagar :ગુજરાતમાં (Gujarat) અનેક શહેરોમાં રોગચાળાએ (Epidemic) માઝા મુકી છે. ટાઇફૉઇડ, વાયરલ ફિવર , ઝાડા ઉલ્ટી અને કૉલેરા જેવા રોગાનો દર્દીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર (Jamnagar) શહેરમાં છેલ્લા એક માસમાં 6 જેટલા કોલેરા પોજીટીવ કેસો (Cholera positive cases) નોંધાયા છે. શહેરમાં કોલેરાના કેસોની સ્થિતિ જોતા આજે મ્યુ.કમિશ્નર (Commissioner) ડી.એન.મોદીએ (D.N. Modi) તબીબો સાથે બેઠક યોજી હતી.

જામનગરમાં કોલેરાના પગપેસારાથી તંત્ર થયું દોડતું

જામનગર (Jamnagar) પથંકમાં વધતા કોલેરાના (Cholera) કેસ ચિંતાનો વિષય બન્યા છે. જામનગરમાં કોલેરાના પાંચ કેસ નોંધાતા ગાંધીનગરથી (Gandhinagar) આરોગ્ય વિભાગની (Department of Health) ટીમ જામનગર ખાતે આવી પહોંચી છે. ગાંધીનગરથી આવેલી આરોગ્યની ટીમ જે વિસ્તારના કોલેરાના પોઝિટિવ કેસ નોંધાયા છે તે વિસ્તારની મુલાકાત લેશે.

જી જી હોસ્પિટલના સિનિયર ડોક્ટર્સ સાથે બેઠક યોજાઈ

છેલ્લા એક મહિનામાં પાચ કેસ કોલેરા પોઝીટીવ નોંધાયા છે ત્યારે આ મામલે મનપા કમિશનર અને જી જી હોસ્પિટલના સિનિયર ડોક્ટર્સ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જીજી હોસ્પીટલના મેડીસીન વિભાગના વડા, મેડીસીન વિભાગના તબીબો, અધિક્ષક, ડીન સહિતનાઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મનપા આરોગ્ય ટીમને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. જીજી હોસ્પિટલના તબીબો જરૂર લાગશે તો મનપાને સૂચન પણ કરશે થોડા સમય પહેલા આણંદને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું.

કોલેરાના લક્ષણો

  • વારંવાર ઉલ્ટીના ઉબકા આવવા
  • પાણી જેવી ઉલ્ટી થવી
  • ખોરાક પેટમાં ન ટકવો
  • જમ્યા બાદ ઉલ્ટી થવી
  • ઉલ્ટી સાથે ઝાડા પણ થવા.
  • દર્દીની આંખો ઊંડી જતી રહે છે તેમજ દર્દીમાં નબળાઈ આવી જાય છે

કોલેરાથી બચવાના ઘરેલું ઉપાય

  • નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ સૌથી સારા ઘરેલૂં ઉપાયોમાંથી એક છે, જે કોલેરાથી બચાવી શકે છે.
  • આ સિવાય લગભગ 3 લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો. આ મિશ્રણને દર થોડા કલાકોમાં પીવો. આ કોલેરા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે.
  • પાણી અને તુલસીના પાનનું મિશ્રણ પીવાથી પણ કોલેરાથી સાજા થઇ શકાય છે. આ સિવાય છાશ પીવો. તેમાં થોડું સિંધવ મીઠું અને જીરૂ નાખો. તે પણ કોલેરામાં ફાયદાકારક સાબિત થશે.
  • નારીયેલ પાણી, તાજા લીંબુનો રસની સાથે તેમાં કાકડીના અમુક પાન ઉમેરો અને તેને પીવો. તેને રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ જરૂર પીવો. તેનાથી પણ ફાયદો થાય છે.
  • ડુંગળીને પીસીને તેમાં થોડો મરી પાઉડર નાખો અને તેનો અર્ક નિયમિત પીવો. આ પણ કોલેરાના શ્રેષ્ઠ ઘરેલું ઉપાયોમાંથી એક છે.

આ પણ વાંચો : Gandhinagar: રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી અંગે મોટો નિર્ણય, 24700 જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી

Read More

Trending Video