Jamnagar Rain :ચાલુ વરસાદમાં રસ્તામાં સગર્ભા મહિલાની હાલત ગંભીર બનતા 108 ની ટીમે પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો

July 23, 2024

Jamnagar Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને (Saurashtra) ઘમરોળ્યું છે. ભારે વરસાદને ( heavy rains) પગલે જામનગરના (Jamnagar) અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ત્યારે જામ જોધપુરમાં (Jam Jodhpur) પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. ત્યારે ચાલુ વરસાદમાં એક એક સર્ગભા મહિલાને (pregnant women) અસહ્ય દુખાવો ઉપડતા એમ્બ્યુલેન્સ બોલાવવામા આવી હતી ત્યારે મહિલા દર્દીને રસ્તામાં ડિલેવરી કરાવી પડે તેવી સ્થિતિ સર્જાતા 108 ની ટીમે એમ્બ્યુલેન્સને સાઈડમા રાખીને સફળતા પૂર્વક મહિલાની ડિલેવરી કરવી હતી. જે બાદ મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Jamnagar Rain :સગર્ભા મહિલા માટે 108ની ટીમ

સગર્ભા મહિલા માટે 108ની ટીમ બની આશીર્વાદરૂપ

પ્રાપ્ત જાણકારી મુજબ આજ રોજ સવારે 7:50 વાગે 108 માં જામ જોધપુર તાલુકાના ગિંગણી ગામથી સગર્ભા મહિલાનો કેસ આવેલ, જે કેસમાં શેઠ વડાલા 108 લોકેશનના EMT અનિતાબેન બારડ અને પાયલોટ નિમેષભાઈ પરમારને મળ્યો હતો. કેસ મળતા જ તાત્કાલિક ઘટના પર જવા નીકળી ગયેલ પણ રસ્તા માં સોગઠી ડેમના પાણી ફરી વળેલા જેને સાવચેતી પૂર્વક પર કરીને ઘટના સ્થળ પર જવા નીકળ્યા ત્યાં ઘટના પર જવાય એવું ના હોવાથી સ્થાનિક લોકોની મદદ દ્વારા ટ્રેકટરથી થોડે સુધી દર્દીને લાવવામાં આવ્યું પછી 108 ના સ્ટાફ અને સ્થાનિક લોકોની મદદથી દર્દીને સ્ટ્રેચર લઈને એમ્બ્યુલેન્સ સુધી પોકાડવામાં આવ્યા.જ્યાં રસ્તામાં વરસાદ, રસ્તા માં પાણી હોવાથી અને દર્દી ને અસહ્ય દુખાવો ઉપડતા EMRI GHS -108 DR. અધિકારી સાથે ટેલી ફોનિક વાત કરીને જરૂરી સારવાર સાથે રસ્તા માં જ ડિલિવરી કરવાની જરૂર પડે એમ હોવા થી એમ્બ્યુલેન્સ સાઈડ રાખવાની સફળ ડિલિવરી કરાવેલ છે. ડિલિવરી બાદ માતા અને બાળક ને વધુ સારવાર અર્થે જામ જોધપુર CHC એડમિટ કરાવેલ છે આમ ચાલુ વરસાદે વીજળી ના કડાકા ભડાકા વરચે 108 ના કાર્યનિષ્ઠ કર્મચારીઓએ હિંમત દાખવીને માતા બાળક જીવ બચાવી ઉત્તમ કાર્ય નું ઉદાહરણ પૂરું પડ્યું હતું.

આ પણ વાંચો :  Union Budget 2024: બજેટમાં ભારતીય રેલ્વે અંગે કોઈ જાહેરાત કેમ નથી કરાઈ?

Read More

Trending Video